- Home
- Std 12
- Biology
ભિન્નતાના ઉદ્દવિકાસમાં ફાળા અંગે ડાર્વિનનો મત દર્શાવો.
Solution
થોમસ માલથ્સ (Thomas Malthus) નું વસ્તી પરનું કાર્ય ડાર્વિનને પ્રભાવિત કરી ગયું હોય. પ્રાકૃતિક પસંદગી અમુક અવલોકનો ઉપર આધારિત છે કે જે વાસ્તવિક હોય. ઉદાહરણ તરીકે કુદરતી સ્ત્રોતો મર્યાદિત છે, અપવાદરૂપે ઋતુકીય ફેરફારોને બાદ કરતા, વસ્તીનું કદ સ્થાયી છે, વસ્તીના સભ્યો બહારથી જોતાં સમાન લાગતા હોવા છતાં લક્ષણોમાં ભિન્નતા દર્શાવે છે (હકીકતમાં બે વ્યક્તિઓ પણ એક જેવી સરખી હોતી નથી), મોટા ભાગની વિવિધતા વારસાગત હોય છે વગેરે.
જો આ જ વાસ્તવિકતા હોય અને જો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે તો સૈદ્ધાંતિક રીતે વસ્તી વિસ્ફોટકોની જેમ વધશે (આ જ હકીકત બૅક્ટેરિયાની સંખ્યામાં થતી વૃદ્ધિ દ્વારા જોઈ શકાય) અને એ સત્ય છે કે વાસ્તવિક રીતે વસ્તીનું કદ મર્યાદિત છે, તેનો અર્થ એ થયો કે સ્ત્રોતો માટે સ્પર્ધા થાય છે. અમુક તેમાં અન્યના ભોગે ટકી શક્યા અને વિકાસ પામ્યા જ્યારે કેટલાક ઉન્નતિ કરી શક્યા નહિ.
ડાર્વિનની નવીનતા અને તેજસ્વી સૂક્ષ્મદષ્ટિ આ હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભિન્નતાઓ કે જે વારસાગત છે અને કોઈ એક માટે સ્ત્રોતોનો ઉપયોગ વધુ સારો બનાવે છે (વસવાટને સારી રીતે અનુકૂલિત થયેલી છે). માત્ર તેમને જ યોગ્ય (સક્ષમ) બનાવે છે. જે પ્રજનન કરે અને વધુમાં વધુ સંતતિ છોડી જાય. આથી નિશ્ચિત સમયગાળા માટે અનેક પેઢીઓ પૈકીની બાકી વધેલ, વધુ પ્રજોત્પત્તિ પેદા કરશે અને વસ્તીની લાક્ષણિકતાઓમાં ફેરફાર પ્રેરશે, પરિણામે નવું સ્વરૂપ ઉદ્ભવશે.