English
Hindi
6.Evolution
medium

ભિન્નતાનો ઉદ્ભવ અને જાતિનિર્માણ વિશે મંતવ્યો રજૂ કરો.

Solution

મેન્ડલે વારસાગમન થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલી કે તેઓ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે. ડાર્વિને આ બાબતને અવગણી હશે કે આ બાબત પર મૌન રહ્યા હશે. $20$ મી સદીના પ્રથમ દસકામાં હ્યુગો-દ-વ્રિસે ઇવનિંગ પ્રાઈમરોઝ (evening primrose) વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો રજૂ કર્યા કે વિકૃતિ એટલે વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું.

એમનું એવું માનવું હતું કે તે વિકૃતિ જ છે જે ઉદ્દવિકાસ માટે કારણભૂત છે અને ડાર્વિન કે જેઓ નાની નાની ભિન્નતાઓ (આનુવંશિક) ની વાત કરતા હતા તે નહિ. વિકૃતિ યાદચ્છિક અને દિશાવિહીન છે જ્યારે ડાર્વિનની ભિન્નતા નાની અને દિશાસૂચક છે. ડાર્વિન માટે ઉદ્દવિકાસ ક્રમબદ્ધ ક્રિયા છે. જ્યારે દ-વ્રિસ પ્રમાણે વિકૃતિ જ જાતિનિર્માણનું કારણ છે જેને તેમણે સેલ્ટેશન (મોટી વિકૃતિ માટે એક પગલું) તરીકે બતાવ્યું. 

Std 12
Biology

Similar Questions