- Home
- Std 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો.
Option A
Option B
Option C
Option D
Solution

લાક્ષણિક પરાગાશય (લઘુબીજાણુધાની)ની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે.
તે સામાન્યતઃ ચાર દીવાલીય સ્તરોથી આવરિત છે.
અધિસ્તર, તંતુમયસ્તર (સ્ફોટીસ્ત૨ endothecium), મધ્યસ્તરો અને પોષકસ્તર (tapetum).
બહારના ત્રણ સ્તરી કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે.
સૌથી અંદરનું દીવાલસ્તરે પોષકસ્તર (tapetum) છે. તે વિકાસ પામી પરાગરજને પોષણ પૂરું પાડે છે.
પોષકસ્તરના કોષો ઘટ્ટ કોષરસ અને સામાન્યતઃ એક કરતાં વધારે કોષકેન્દ્રો ધરાવે છે અથવા અંતઃપ્લોઇડી પાળે છે. (રંગસૂત્ર ગુણન પામે છે.)
પોષકસ્તર ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ બંનેના સ્રાવ તથા વિશિષ્ટ પ્રોટીનનો સ્રાવ કરે છે. તે પરાગરજની સંગતતા નક્કી કરે છે.
અધિસ્તરના કોષો ફેલાયેલા કે ખેંચાયેલા અને ચપટા હોય છે.
એન્ડોથેસિયમ એ તંતુમય સ્તર છે.
Std 12
Biology