1.Sexual Reproduction in Flowering Plants
medium

પરાગરજની રચના (pollen grain) વર્ણવો અને તેમાં નરજન્યુજનકનો વિકાસ સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

પરાગરજ એ નરજન્યુનજક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે જે લઘુબીજાણુધાનીમાં આવેલ હોય છે.

જાસુદના કે અન્ય કોઈ પુષ્પના ખુલ્લા પરાગાશયને સ્પર્શ કરતાં આંગળીઓ ઉપ૨ પરાગરજનો પાઉડર જોવા મળે છે. તેને કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું લઈ સૂક્ષ્મ દર્શક યંત્ર નીચે અવલોકન કરતાં વિવિધ જાતિની પરાગરજ, તેના કદ, આકાર, રંગ અને રચના વગેરેમાં ભિન્ન હોય છે.

પરાગરજની રચના $:$ પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય છે. જે $25-50\, mm$ (માઇક્રોમીટર) વ્યાસ ધરાવે છે.

પરાગરજ દ્વિસ્તરીય દીવાલ ધરાવે છે. બહારનું આવરણ સખત હોય છે તેને બાહ્યાવરણ (Exine) કહેવાય છે. તે સ્પોરોપોલેનિનનું બનેલું છે. તે ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનું બનેલું છે.

તે ઊંચા તાપમાન અને જલદ એસિડ અને બેઇઝ સામે પણ ટકી શકે છે. ઉત્સચ કો સ્પોરોપોલેનિનને અવનત કરી શકતા નથી.

પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય ત્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે જેને જનનછિદ્રો (germ pores) કહે છે.

સ્પોરોપોલેનિનની હાજરીને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે.

પરાગરજના અંદરના આવરણને અંત:આવરણ (intine) કહે છે. તે સેલ્યુલોઝનું બનેલું સળંગ આવરણ છે.

પરાગરજમાં નરજન્યુજનકનો વિકાસ : પરાગરજનો કોષરસ રસસ્તરથી ઘેરાયેલો હોય છે.

જ્યારે પરાગરજ પરિપક્વ બને છે ત્યારે બે કોષો વાનસ્પતિક કોષ (vegetative cell) અને જનનકોષ (germinative cell) ધરાવે છે.

વાનસ્પતિક કોષ (નાયકોષ) મોટો, વિપુલ ખોરાક સંગ્રહીત અને મોટું અનિયમિત આકારનું કોષકેન્દ્ર ધરાવે છે.

જનનકોષ નાનો હોય છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે. તે ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ હોય છે.

$60\, \%$થી વધુ આવૃત બીજધારીઓમાં પરાગરજ દ્વિકોષીય ($2$ celled) અવસ્થાએ મુક્ત થાય છે.

Std 12
Biology

Similar Questions