- Home
- Std 12
- Biology
લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનનની વચ્ચે ભેદ સ્પષ્ટ કરો આ ઘટનાઓ દરમિયાન કયા પ્રકારનું કોષવિભાજન થાય છે ? આ બંને ઘટનાઓના અંતે નિર્માણ પામતી સંરચનાઓનાં નામ આપો.
Solution
લઘુબીજાણુજનન (microsperogenesis) : પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી, લઘુબીજાણુ ચતુષ્ક / પરાગ ચતુષ્ક (microspore tetrads/pollen tetrads) સર્જે છે.
મહાબીજાણુજનન (Megasporogenesis) : મહાબીજાણુ માતૃકોષ (megaspore mother cell – $MMC$ ) માંથી મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુજનન (megasporogenesis) કહે છે. અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે. તે ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષકેન્દ્ર ધરાવતો મોટો કોષ છે. મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે. અર્ધીકરણના પરિણામે ચાર મહાબીજાણુઓ (megaspores) સર્જાય છે
Similar Questions
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ યુગ્મનજ | $(1)$ ભ્રૂણપોષ |
$(b)$ $PEN$ | $(2)$ ભ્રૂણ |
$(c)$ અંડક | $(3)$ ફળ |
$(d)$ બીજાશય | $(4)$ બીજ |
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$પુંકેસર | $(i)$લઘુબીજાણુધાની |
$(b)$સ્ત્રીકેસર | $(ii)$લઘુબીજાણુપર્ણ |
$(c)$પરાગાશય | $(iii)$મહાબીજાણુધાની |
$(c)$અંડક | $(iv)$મહાબીજાણુપર્ણ |