- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
મેસલ્સન અને સ્ટાલના પ્રયોગમાં નાઇટ્રોજનના ભારે આઇસોટોપની અગત્યતા જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
ઈ. કોલાઇનો એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો જેમાં $^{15}N{H_4}Cl$ એ ( $^{15}N$ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે) ઘણીબધી પેઢીઓ સુધી માત્ર નાઇટ્રોજનના સ્રોત તરીકે છે. જેના પરિણામે નવનિર્મિત સંશ્લેષિત $DNA$ (તેમજ અન્ય નાઈટ્રોજનયુક્ત સંયોજનોમાં)માં $^{15}N$ સામેલ થઈ જાય છે.
આ ભારે $DNA$ અણુને સેન્ટ્રીફયુગેશનની મદદથી સામાન્ય $DNA$ થી સિઝિયમ ક્લોરાઇડ $(CsCl)$ ના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે. (ધ્યાન રાખો કે $^{15}N$ રેડિયોએક્ટિવ સમસ્થાનિક નથી અને તે $^{14}N$ માંથી ફક્ત ઘનત્વના પ્રમાણથી અલગ કરી શકાય છે).
Standard 12
Biology