- Home
- Standard 12
- Chemistry
પ્રવાહી-પ્રવાહી દ્રાવણોના અણુઓ વચ્ચે લાગતા આંતર - આણ્વિય બળોના આધારે આદર્શ અને બિનઆદર્શ દ્રાવણો સમજાવો.
Solution
– જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે તેવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહે છે.
– દ્રાવ્ય અને દ્રાવક મિશ્ર થઈ આદર્શ દ્રાવણ બને ત્યારે મિશ્રણની ઍન્થાલ્પી શૂન્ય $\left(\Delta_{\text {mix }} H =0\right)$ હોય છે અને મિશ્રણનું કદ પણ શૂન્ય $\left(\Delta_{\text {mix }} V =0\right)$ હોય છે.
– જ્યારે ઘટકોને મિશ્ર કરવામાં આવે ત્યારે ઉષ્મા શોષાતી પણ નથી અને ઉત્પન્ન પણ થતી નથી. દ્રાવણનું કદ બંને ઘટકોના કદના સરવાળા બરાબર થશે.
– આદર્શ દ્રાવણના ઘટકો $A$ અને $B$ છે. તો આ શુદ્ધ ઘટકોમાં આંતરઆણ્વીય આકર્ષક પારસ્પરિક ક્રિયા $A-A$ અને $B-B$ પ્રકારની હશે જ્યારે દ્વિઅંગી દ્રાવણમાં $A-B$ પ્રકારની ક્રિયા પણا હાજર હશે.
– આદર્શ દ્રાવણમાં $A-A$ અને $B-B$ વસ્ચેના આંતરઆણવીય આકર્ષક બળ અને $A-B$ વચ્ચેના આંતરઆણવીય આકર્ષક બળો લગભગ સમાન હોય છે. ઉદા. $n$-હેક્ઝેન અને $n$-હેપ્ટેન, બ્રોમોઈથેન અને ક્લોરોઈથેન, બેન્ઝિન અને ટોલ્યુઈન.
– જ્યારે દ્રાવણો સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી તેમને બિનઆદર્શ દ્રાવણ કહે છે.
– આવા દ્રાવણના બાષ્પદબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમાનિત કરેલા બાષ્પદબાણા કરતાં વધારે અથવા ઓછું હોય છે. જો તે વધારે હોય તો દ્રાવણ ધન વિચલન દર્શાવે છે અને જો ઓછું હોય તો, રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે.
– ધન વિચલન :
– રાઉલ્ટના નિયમથી ધન વિચલનની બાબતમાં $A-B$ પારસ્પરિક ક્રિયાઓ $A-A$ અથવા $B-B$ કરતાં નબળી હોય છે. આ કિસ્સામાં આવા દ્રાવણોમાં $A$ અથવા $B$ ના અણુઓ શુદ્ધ અવસ્થા કરતાં વધુ સરળતાથી છટકી શકશે. આ બાષ્પદબાણમાં વધારો કરશે અને ધન વિચલનમાં પરિણમશે. ઉદાહરણ : ઈથેનોલ અને એસિટોન
– શુદ્ધ ઈથેનોલમાં અણુઓ હાઈડ્રોજન બંધિત હોય છે તેમાં એસિટોન ઉમેરવાથી તેના અણુઓ યજમાનની વચ્ચે ગોઠવાય છે અને