3.Reproductive Health
hard

વંધ્ય દંપતિઓને સંતાનપ્રાપ્તિના હેતુમાં મદદકર્તા કેટલીક સહાયક પ્રજનન પદ્ધતિઓ સૂચવો.

Solution

 કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ કે જે સહાયક પ્રજનન પદ્ધતિઓ (assisted reproductive technologies $-ART$) તરીકે સામાન્ય રીતે જાણીતી છે, તેની સહાયથી દંપતિઓ બાળકો પ્રાપ્ત કરે છે.

            ઇન વિટ્રો ફલન (In vitro fertilization $-IVF-$ શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં ફલન) ભ્રૂણ-સ્થળાંતરણ (embryo transfer $-ET$)ને લગતી પદ્ધતિ છે. આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટયૂબ બેબી કાર્યક્રમ તરીકે જાણીતી છે, જેમાં પત્ની/દાતા (સ્ત્રી)નો અંડકોષ અને પતિ/દાતા (પુરુષ)ના શુક્રકોષને એકત્રિત કરવામાં આવે છે અને પ્રયોગશાળામાં યોગ્ય (simulated) પરિસ્થિતિમાં ફલિતાંડના નિર્માણને પ્રેરવામાં આવે છે. ત્યાર બાદ ફલિતાંડ અથવા પ્રારંભિક ભ્રૂણ ($8$ સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો)ને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરાવવામાં આવે છે (ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ-zygote intra fallopian transfer $-ZIFT$) અને $8$ કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે (અંતઃ ગર્ભાશય સ્થાનાંતર-intra uterine transfer $-ICT$). જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિવો (Invivo) ફલન (સ્ત્રીના શરીરમાં જ જનનકોષોનું સંયોજન)થી બનતા ભ્રૂણને પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

          એવા કિસ્સાઓમાં કે જ્યાં સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે એમના માટે એક અન્ય પદ્ધતિ અપનાવાય છે, જેમાં દાતામાંથી અંડકોષ લઈ એ સ્ત્રીની અંડવાહીનીમાં સ્થાનાંતરિત ($GIFT -$  gamete intra fallopian  transfer) કરવામાં આવે છે. પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની એક અન્ય વિશિષ્ટ પદ્ધતિ આંતર કોષરસીય શુક્રકોષ નિક્ષેપણ ($ICSI -$ intra cytoplasmic sperm injection) છે. જેમાં શુક્રકોષને સીધેસીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. વંધ્યતા કે અફળદ્રુપતા એ તેની પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાને કારણે અથવા સ્ખલન માં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે હોય છે. તેને કૃત્રિમ વીર્યસેચન ($AI-$ artificallinsemination) પદ્ધતિ દ્વારા ઠીક કરી શકાય છે. આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે. જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાર્ગમાં અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે ($IUI -$ અંતઃ ગર્ભાશય વીર્યસેચન – intra uterine insemination).

Std 12
Biology

Similar Questions