3.Reproductive Health
medium

સહાયક પ્રજનન પદ્ધતિઓ $\rm {(ART)}$ એટલે શું ? તેની અગત્યતા અને તેના અંતર્ગત કઈ કઈ પદ્ધતિઓ આવેલ છે ?

Option A
Option B
Option C
Option D

Solution

કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ કે જેને સહાયક પ્રજનન પદ્ધતિઓ (ART) કહે છે. તેના દ્વારા દંપતીઓ સંતાન પ્રાપ્તિ કરી શકે છે.

$(i)$ $IVF$ – ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન : $IVF$ (શરીરની બહાર શરીર જેવી સ્થિતિમાં ફલન), ભૂણ સ્થળાંતરણ $(ET)$ ને લગતી પદ્ધતિ છે.

આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટટ્યૂબ બેબી કાર્યક્રમ તરીકે ઓળખાય છે.

આમાં પત્ની (દાતા)ના અંડકોષને, પતિ$/$દાતા (પુરુષ)ના શુક્રકોષથી પ્રયોગશાળાની સીમ્યુલેટેડ સ્થિતિમાં ફલન કરાવાય છે. ફલિતાંડ કે પ્રારંભિક ભૂણ ($8$ કોષીય (blastomere)) ને અંડવાહિનીમાં તબદીલ કરાય છે.

આને ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર – $ZIFT$ પણ કહે છે.

$8$ કોષથી વધુ ગર્ભકોઠી કોષો ધરાવતો ભૂણ હોય તો આગળનો વિકાસ પૂર્ણ કરવા તેને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરાય છે. આને આંતર ગર્ભાશય સ્થાનાંતર $(IUT)$ કહે છે. તે ઇન વિવો (In vivo) ફલન (સ્ત્રીના શરીરમાં જ જનનકોષોનું સંયોજન) થી બનતા ભૂણને પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લેવાય છે.

$(ii)$ $GIFT$ : જે સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પણ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે તેમના માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

આ પદ્ધતિમાં દાતામાંથી અંડકોષ લઈ એ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત $(GIFT$ – ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર) કરાય છે.

$(iii)$ $Al$ : પ્રયોગશાળામાં ભૂણ બનાવવાની વિશિષ્ટ પદ્ધતિ આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ $(ICSI$ – ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇજેક્શન) છે. જેમાં શુક્રકોષને સીધેસીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે.

વંધ્યતા કે અફળદ્રુપતા તેની પુરુષસાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ના હોવાને કારણે અથવા અલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે હોય છે. તેને કૃત્રિમ વીર્યદાન $(AI$- આર્ટિફિશીયલ ઇનસેમીનેશન) દ્વારા સુધારી શકાય છે. આમાં વીર્યને પતિ કે દાતામાંથી એકત્રિત કરી સ્ત્રીના યોનિમાર્ગ કે ગર્ભાશયમાં દાખલ કરાય છે $(IUI$ – ઇન્ટ્રા યુટીરાઇન ઇનસેમીનેશન).

આ બધા વિકલ્પો નિષ્ણાત તબીબો અને ચોકસાઈપૂર્વકના સંચાલનથી શક્ય બની શકે છે.

આમાં, અંતિમ ઉપાય બાળકને દત્તક લઈ સંતાન પ્રાપ્તિ કરવી તે પણ શ્રેષ્ઠ ઉપાય છે.

Std 12
Biology

Similar Questions