1.Sexual Reproduction in Flowering Plants
medium

અસંયોગીજનન એટલે શું ? તેનું મહત્ત્વ જણાવો.

Option A
Option B
Option C
Option D

Solution

સામાન્યતઃ બીજ એ ફલનની અંતિમ નીપજ છે, છતાં એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે, જેમાં તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે જેને અનિર્ભેળતા/ અસંયોગીજનન (apomiris /parthenogenesis) કહે છે.

અસંયોગીજનન એ અલિંગી સ્વરૂપે થાય છે. જેમાં લિંગીપ્રજનનની નકલ કરવામાં આવે છે.

અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય છે. ઘણી જાતિઓમાં, અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે છે.

ઘણું ખરું લીંબુ અને કેરીની ઘણી જાતો જેવી વનસ્પતિઓમાં ભ્રૂણપુટની આસપાસના પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી, ભ્રૂણપુટમાં ઊપસી આવે છે અને ભ્રૂણમાં પરિણમે છે. આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવે છે. એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની હાજરી બહુભ્રૂણતા (polyembryony) તરીકે ઓળખાય છે.

નારંગીનાં બીજ કાઢો અને તેમને દબાવો (squeeze). દરેક બીજમાં વિવિધ કદ અને આકાર ધરાવતાં ઘણા ભ્રૂણ જોવા મળે છે. 

અસંયોગીજનનનું મહત્વ $:$ આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત (hybrid variety) વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકર જાતથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે. સંકર જાતની એક મુશ્કેલી એ છે કે, દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે છે. સંકર જાતમાંથી મેળવેલ બીજને ઉગાડવામાં આવે, તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જતાં, સંકર લક્ષણો જળવાતાં નથી. સંકર બીજ (hybrid seed) નું ઉત્પાદન મોંઘું છે અને તેથી ખેડૂતો માટે સંકર બીજની કિંમત વધુ પડે છે. જો આવા હાઈબ્રીડને અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે, તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. જેથી ખેડૂત વર્ષોનાં વર્ષ સુધી સંકર પાક (hybrid crop) મેળવી શકે છે અને દર વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂર રહેતી નથી.

સંકર બીજ ઔદ્યોગિક એકમોમાં અસંયોગીજનનના મહત્ત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળાઓમાં થઈ રહ્યા છે, અસંયોગીજનનની જનીનિકતા સમજવા અને અસંયોગી જનીનોનું સંકર જાતમાં વહન સમજવા માટે સક્રિય સંશોધનો થઈ રહ્યાં છે.

Std 12
Biology

Similar Questions