- Home
- Standard 12
- Biology
મેન્ડલ દ્વારા વટાણાના છોડ પર કરવામાં આવેલા સંકરણ (hybridization)નાં ચરણો (steps) વર્ણવો.
Solution

મૅન્ડલે વટાણાના બે છોડ પસંદ કર્યા, જે પૈકી એક ઊંચા પ્રકાંડવાળો (Tall) અને બીજો વામન $/$ નીચો (Dwarf) પ્રકાંડવાળો હતો. આ બંને છોડને પિત છોડ $(P)$ ગણવામાં આવ્યા, જેનો શુદ્ધ ઉછેર હતો (અનેક પેઢીઓ સુધી લક્ષણોની શુદ્ધતા ધરાવતા હોય).
જેમાં પ્રથમ ઊંચા છોડના અપરિપક્વ પુષ્પમાંથી પુંકેસર દૂર કરવામાં આવેલ. આ પુષ્યને જ્યાં સુધી પુષ્ય પરિપક્વ થાય ત્યાં સુધી નાની પેપર કોથળી વડે ઢાંકવામાં આવ્યા હતા. ત્યાર બાદ બીજા વામન છોડ ઉપરથી લીધેલ પરાગરજને તેના સ્ત્રીકેસર પર છાંટવામાં આવી હતી.
વટાણાના છોડનાં પુષ્પ ઊભયલિંગી હોય છે. આ પદ્ધતિમાં એક નર અને બીજું માદા તરીકે ગણવામાં આવે છે.
છોડનું પુંકેસર જેને માદા તરીકે ગણવામાં આવે છે તેને જયુવેનાઇલ (અપરિપક્વ) તબક્કામાં દૂર કરવામાં આવે છે. આને ઇમેક્યુલેશન કહે છે, સ્વપરાગનયન અટકાવવા કરાય છે.
વંધ્ય પુખને કોથળી દ્વારા ઢાંકી આવરિત કરાય છે. આને બેગિંગ કહે છે. જેના દ્વારા અનૈચ્છિક પરંપરાગનયન અટકાવાય છે.
નર છોડમાંથી પુખ્ત પરાગરજને એકઠી કરાઈ વંધ્ય પુષ્પ પર ફેલાવવામાં આવે છે.
આ છોડનાં બીજને એકત્ર કરવામાં આવેલ. આ બીજને વાવી, છોડનાં જૂથ ઉછેરવામાં આવેલ.
આ પેઢીને પ્રથમ સંતતિ પેઢી (Filial-$F_1$, સંતતિ) કહેવાય છે.