English
Hindi
4.Principles of Inheritance and Variation
medium

સહપ્રભાવિતા કોને કહે છે ? મનુષ્યના રુધિરજૂથના ઉદાહરણથી વિસ્તૃત સમજૂતી આપો.

Option A
Option B
Option C
Option D

Solution

સહપ્રભાવિતામાં પ્રભાવી તેમજ પ્રચ્છન્ન વૈકલ્પિક કારકોમાં પ્રભાવી કે પ્રચ્છન્ન સંબંધોનો અભાવ હોય છે અને બંને જનીનો તેમની અભિવ્યક્તિ સ્વતંત્રપણે રજૂ કરે છે.

આ કિસ્સાનાં પ્રભાવી લક્ષણ, પ્રચ્છન્ન લક્ષણ સાથે મિશ્રિત થતું નથી.

સહપ્રભાવિતામાં $F_1$ પેઢી બંને પિતૃઓને મળતા આવે છે. તેનું ઉદાહરણ મનુષ્યમાં $ABO$ રુધિરજૂથનું નિર્ધારણ કરવાવાળા વિભિન્ન પ્રકારના રક્તકણો છે.

$ABO$ રૂધિરજૂથનું નિયંત્રણ $I$ જનીન કરે છે. રક્તકણના કોષરસસ્તરની સપાટી પરથી બહાર ઊપસેલ શર્કરા પૉલિમર છે. આ પોલિમરના પ્રકારનું નિયંત્રણ જનીન $I$ કરે છે.

આ જનીન $I$ ના ત્રણ કારક $I^A, I^B$ અને $i$ છે. $I^A$ અને $I^B$ એકબીજાથી થોડી જ અલગ પડતી શર્કરાનું ઉત્પાદન કરે છે અને $i$ કારક કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી.

મનુષ્ય દ્વિતીય $(2n)$ પ્રાણી છે માટે પ્રત્યેક વ્યક્તિમાં ત્રણમાંથી બે પ્રકારના કારક હોય છે. $I^A$ અને $I^B$ સંપૂર્ણ રીતે $i$ પર પ્રભાવી છે માટે જ્યારે $I^Ai$ હોય ત્યારે ફક્ત $I^A$ તે જ રીતે $I^Bi$ હોય ત્યારે ફક્ત $I^B$ અભિવ્યક્ત થાય છે.

પણ જ્યારે $I^A$ અને $I^B$ સાથે હોય ત્યારે બંને પોતપોતાની શર્કરાની અભિવ્યક્તિ કરે છે. આ ઘટના સહપ્રભાવિતા દર્શાવે છે.

$ABO$ રુધિરજૂથના $6$ વિભિન્ન જનીનપ્રકાર શક્ય બનશે.

માનવવસ્તીમાં રુધિરજૂથનો આનુવંશિક આધાર દર્શાવતું કોષ્ટક

પિતૃ $1$ માંથી એલેલ પિતૃ $2$ માંથી એલેલ સંતતિનો જનીન પ્રકાર સંતતિનું રુધિરજૂથ
$I^A$ $I^A$ $I^A$ $I^A$ $A$
$I^A$ $I^B$ $I^A$ $I^B$ $AB$
$I^A$ $i$ $I^A$ $i$ $A$
$I^B$ $I^A$ $I^A$ $I^B$ $AB$
$I^B$ $I^B$ $I^B$ $I^B$ $B$
$I^B$ $i$ $I^B$ $i$ $B$
$i$ $i$ $i$ $i$ $O$
 
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.