- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
મોર્ગને આનુવંશિકતાના રંગસૂત્રીય સિદ્ધાંતની સાબિતી માટે ફળમાખી કેમ પસંદ કરી હતી ?
Option A
Option B
Option C
Option D
Solution

થોમસ હન્ટ મોર્ગન (T. H. Morgan) તથા તેના સાથીઓએ આનુવંશિકતાના રંગસૂત્રીય વાદની પ્રયોગાત્મક ચકાસણી કરી.
લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ કરી.
મોર્ગને ફળમાખી (Drosophila melanosaster) પર કાર્ય કર્યું. કારણ,
તેને પ્રયોગશાળામાં સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતી હતી.
તે પોતાનું જીવનચક્ર $15$ દિવસમાં (બે અઠવાડિયા) પૂરું કરે છે.
એક જ મૈથુનથી માખીઓની વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે.
તેમાં લિંગભેદ સ્પષ્ટ હતું. નર અને માદાની સહેલાઈથી ઓળખ થાય છે.
આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર હતા જે સૂક્ષ્મદર્શકયંત્રના લૉ-પાવરમાં પણ જોઈ શકાતા હતા.
Standard 12
Biology