English
Hindi
4.Principles of Inheritance and Variation
medium

$XO$ અને $XY$ પ્રકારના લિંગ નિશ્ચયન વિશે માહિતી આપો. 

Option A
Option B
Option C
Option D

Solution

ઘણા બધા કીટકોમાં લિંગ નિશ્ચયનની પદ્ધતિ $XO$ પ્રકારની હોય છે. બધા જ અંડકોષોમાં દૈહિક રંગસૂત્રો સિવાય એક વધારાનું રંગસૂત્ર પણ હોય છે.

બીજી બાજુ કેટલાક શુક્રકોષોમાં આ $X$ રંગસૂત્ર હોય છે, કેટલાકમાં હોતું નથી. $X$ રંગસૂત્ર યુક્ત શુક્રકોષ દ્વારા ફલિત અંડકોષ માદા બની જાય છે અને જો $X$ રંગસૂત્ર રહિત શુક્રકોષો વડે ફલિત થાય તો તે નર બને છે.

આ $X$ રંગસુત્રની લિંગ નિશ્ચયનમાં ભૂમિકા હોવાથી તેને લિંગી રંગસૂત્ર (Sex chromosom) બાકીના બીજાં રંગસૂત્રોને દૈહિક રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવ્યા. તીતીઘોડો $XO$ પ્રકારના લિંગ નિશ્ચયનનું ઉદાહરણ છે. તેમાં નરમાં $X$ દૈહિક રંગસૂત્રો સિવાય એક $X$ રંગસૂત્ર જોવા મળે છે. જ્યારે માદામાં $XX$ હોય છે.

ઘણા કીટકો અને મનુષ્ય સહિત સ્તનધારીઓમાં $XY$ પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળ્યું.

અહીં નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે. નરમાં એક રંગસૂત્ર $X$ પણ બીજું સ્પષ્ટ નાનું હોય છે, તેને $Y$ રંગસૂત્ર કહે છે.

દૈહિક રંગસૂત્રોની સંખ્યા નર અને માદામાં સરખી હોય છે.

નરમાં દૈહિક રંગસૂત્રો સાથે $XY\, (AA + XY)$ હોય છે. માદામાં દૈહિક રંગસૂત્રો સાથે $XX\, (AA + XX)$ હોય છે.

મનુષ્ય તથા ડ્રોસોફિલામાં નરમાં દૈહિક રંગસુત્રો ઉપરાંત એક $X$ અને એક $Y$ રંગસૂત્ર હોય છે. માદામાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત $XX$ રંગસૂત્રની જોડ હોય છે.

$XO$ અને $XY$ પ્રકારમાં નર બે પ્રકારનાં જન્યુઓનું નિર્માણ કરે છે. $(a)$ $X$ સહિત $/$ રહિત $(XO)$ $(b)$ કેટલાંક $X$ $/$ કેટલાંક $Y.$

આ પ્રકારની લિંગ નિશ્ચયન ક્રિયાવિધિને નર વિષમયુગ્મતા કહે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.