- Home
- Standard 12
- Biology
ઉદ્દવિકાસના અશ્મિવિધાકીય (Paleontological) પુરાવાઓ આપો.
Solution

પૃથ્વી પર જીવોનો ઉદ્દવિકાસ થયો તે વાતના પુરાવા ઘણી દિશામાંથી પ્રાપ્ત થયા છે. અશ્મિઓ ખડકોમાં રહેલ જીવન સ્વરૂપોના સખત ભાગો છે.
ખડકો, કાંપ (સેન્દ્રિય તત્ત્વો) (sediments) નું નિર્માણ કરે છે અને પૃથ્વીના સ્તરોનો છેદ એ સંકેત આપે છે કે સેન્દ્રિય તત્ત્વોની એક સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાનની છે.
વિવિધ વયના અવસાદી ખડકો ભિન્ન જીવન સ્વરૂપોના અશ્મિઓ ધરાવે છે કે જે લગભગ આ ખાસ ખડકોના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હશે. તેમાંના કેટલાક આધુનિક સજીવો સાથે સરખાપણું દર્શાવે છે (આકૃતિ).
તેઓ લુપ્ત સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે (ઉદાહરણ: ડાયનોસોર). વિવિધ અવસાદી સ્તરોના અશ્મિઓનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે. આ અભ્યાસ દર્શાવે છે કે, જીવન-સ્વરૂપોમાં સમય સાથે બદલાવ થાય છે અને કેટલાંક જીવ સ્વરૂપો અમુક ભૂશાસ્ત્રીય સમયગાળા સુધી ફેરફાર પામતા નથી. તેથી પૃથ્વીના ઇતિહાસમાં જુદા-જુદા સમયે જીવનાં નવાં સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યાં છે. આ બધાંને અશ્મિવિદ્યાકીય (paleontological) પુરાવા કહે છે.