English
Hindi
6.Evolution
medium

તુલનાત્મક અંત:સ્થ રચના અને બાહ્યાકાર વિધાના આધારે ઉદ્દવિકાસ સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

 તુલનાત્મક અંતઃસ્થવિદ્યા અને બાહ્યકારવિદ્યા હાલના અને તે કે જે અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા તેવા સજીવો વચ્ચે સમાનતા અને જુદાપણું દર્શાવે છે. આ સમાનતાઓ પરથી નક્કી કરી શકાય કે સમાન પૂર્વજોમાંથી હાલના જીવો ઊતરી આવ્યા હશે કે કેમ.

ઉદાહરણ તરીકે વ્હેલ, ચામાચીડિયાં, ચિત્તા અને માનવ (બધા સસ્તનો) માં અગ્ર ઉપાંગનાં અસ્થિઓની ભાતમાં સમાનતા જોવા મળે છે (આકૃતિ $(b)$ ). આમ છતાં આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો ભિન્ન કાર્યો કરે છે, તેઓ અંત:સ્થ રચનાકીય સમાનતા ધરાવે છે. આ બધામાં તેમના અગ્ર ઉપાંગમાં ભૂજાસ્થિ, અરીયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિઓ, પશ્ચમણિબંધાસ્થિઓ અને અંગુલ્યાસ્થિઓ હોય છે.

આમ, આ પ્રાણીઓમાં એકસરખા બંધારણ (રચના) ધરાવતાં અંગોનો વિકાસ થયો પરંતુ તે જુદી-જુદી દિશામાં અને તેની જુદી-જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા. આ અપસારી ઉદ્દવિકાસ(divergent evolution) અને આ રચનાઓ સમમૂલક કે રચનાસદશ (homologous) છે. સમમૂલકતા સમાન પૂર્વજો નિર્દેશિત કરે છે. અન્ય ઉદાહરણોમાં પૃષ્ઠવંશીઓના હદય અને મગજ છે.

વનસ્પતિઓમાં પણ બોગનવેલ (Bougainvillea) ના કંટક અને કુકરબીટા (Cucurbita) ના પ્રકાંડસૂત્ર રચનાસદશ અંગો છે

કેન્દ્રાભિસારી ઉદ્દવિકાસ (convergent evolution)  – સમાન કાર્ય માટે ભિન્ન રચનાઓ વિકસે છે અને તેથી સમાનતા ધરાવે છે. કાર્યસદશ્યતાનાં અન્ય ઉદાહરણોમાં ઓક્ટોપસ અને સસ્તનોની આંખ અથવા પેંગ્વિન અને ડોલ્ફિનના ફિલપર્સ (flippers) છે. કોઈ એવું કહી શકે છે કે સમાન નિવાસસ્થાનોને પરિણામે સજીવોના જુદા-જુદા સમૂહોને સમાન અનુકૂલનો અપનાવવા પડયા હશે પરંતુ તેવાં જ સમાન કાર્યો માટે : શક્કરિયાં (મૂળનું રૂપાંતર) અને બટાટા (પ્રકાંડનું રૂપાંતર) એ કાર્યસદશ અંગોનું બીજું ઉદાહરણ છે.

          આ સંદર્ભે એ તર્ક પણ આપી શકાય કે પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીની સમાનતાઓ વિવિધ સજીવોમાં સમાન છે. તે પણ સમાન પૂર્વજ હોવાનું નિર્દેશન કરે છે. જૈવરાસાયણિક સમાનતાઓ પણ એવા સમાન પૂર્વજવાળી પરંપરા તરફ ઇશારો કરે છે, જેવી કે વિવિધ સજીવો વચ્ચે રચનાત્મક સમાનતાઓમાં હતી.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.