English
Hindi
6.Evolution
medium

પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્દવિકાસનું સમર્થન કરતી, ઇંગ્લેન્ડમાં ઔધોગિક વિસ્તારમાં જોવા મળતાં ફૂદાની ઘટનાનું વર્ણન કરો. 

Option A
Option B
Option C
Option D

Solution

પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્દવિકાસનું સમર્થન કરતું એક રસપ્રદ અવલોકન ઇંગ્લેન્ડથી મળે છે. જેમાં $1850s$ માં એકત્રિત કરવામાં આવેલ ફુદા (moth) એટલે કે ઔદ્યોગિકીકરણ પહેલાં વૃક્ષો ઉપર સફેદ પાંખોવાળા ફુદા, ઘેરી-પાંખોવાળા અથવા મેલેનાઈઝ્ડ ફુદા કરતા વધુ મળતા હતા. જોકે સમાન વિસ્તારમાંથી એકત્રિકીકરણ કરવામાં આવ્યું પરંતુ ઔદ્યોગિકીકરણ બાદ એટલે કે $1920$ માં, આ જ વિસ્તારમાં ઘેરી પાંખવાળા ફુદા વધુ જોવા મળ્યા એટલે કે પ્રમાણ વિપરિત હતું.

          આ અવલોકનથી રજૂઆત કરાઈ છે કે, 'શિકારીઓ વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં ફુદાની જગ્યા શોધે છે'. ઔદ્યોગિકીકરણ બાદના સમય દરમિયાન, વૃક્ષના થડ ઔદ્યોગિક ધુમાડા અને મેશને કારણે ઘેરા બન્યા છે. આ પરિસ્થિતિની અસર નીચે સફેદ પાંખવાળા જુદા શિકારીઓને કારણે અસ્તિત્વ ટકાવી શક્યા નહિ,

  પરંતુ ઘેરી પાંખ અથવા મેલેનાઈઝ્ડ ફુદા ટકી ગયા. ઔદ્યોગિકીકરણ પહેલાં, લગભગ સફેદ રંગની લાઈકેનની વૃદ્ધિ ઘેરી હતી – આ પૃષ્ઠભૂમિમાં સફેદ પાંખવાળા જુદા અસ્તિત્વ ટકાવી શક્યા પરંતુ ઘેરી પાંખવાળા ફુદા શિકારીઓ દ્વારા ખવાઈ ગયા.  પ્રદૂષિત વિસ્તારમાં વૃદ્ધિ પામતી નથી. આમ જે ફુદા રંગઅનુકૃતિ (camouflage) કરી શક્યા તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા (આકૃતિ). આ સમજૂતીને સમર્થન એ તથ્યથી મળે છે કે જ્યાં ઔદ્યોગિકીકરણ નથી થયું ત્યાં -ઉદાહરણ: ગ્રામ્ય વિસ્તારોમાં મેલેનીક ફુદાની સંખ્યા ઓછી છે. આ દર્શાવે છે કે મિશ્ર વસ્તીમાં તેઓ વધુ સારું અનુકૂલન સાધે, અસ્તિત્વ ટકાવે અને વસ્તીના કદમાં વધારો કરે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.