- Home
- Standard 12
- Biology
હાર્ડી - વેઇનબર્ગ (hardy weinberg) સિદ્ધાંત બીજગણિતીય સૂત્ર દ્વારા સમજાવો.
Solution
આપેલ વસ્તીમાં જનીનનાં વૈકલ્પિક સ્વરૂપો કે જનીન સ્થાન (locus) ની આવૃત્તિ શોધી શકાય છે. આ આવૃત્તિઓ લગભગ સ્થાયી અને પેઢીઓ સુધી પણ સ્થિર જળવાઈ રહે છે. હાર્ડી-વેઈનબર્ગ સિદ્ધાંત બીજગણિતીય સૂત્રના ઉપયોગથી જાણી શકાય છે.
આ સિદ્ધાંત કહે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી સુધી અચળ જળવાઈ રહે છે. જનીન સેતુ (gene pool) (વસ્તીમાંના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો) અચળ રહે છે. તેને જનીનિક સમતુલન કહે છે.
બધાં જ વૈકલ્પિક કારકોની આવૃત્તિઓના સરવાળાને $1$ , વ્યક્તિગત આવૃત્તિઓ ઉદાહરણ તરીકે તેમને $p,q$ વગેરે નામ અપાય છે. દ્વિકીયમાં $p$ અને $q$ , વૈકલ્પિક કારક $A$ અને વૈકલ્પિક કારક $a$ ની આવૃત્તિ દર્શાવે છે. વસ્તીમાં $AA$ વ્યક્તિગત સજીવોની આવૃત્તિ સામાન્યતઃ $p^2$ ને છે.
આને અન્ય રીતે પણ રજૂ કરી શકાય છે. એટલે કે, દ્વિકીય સજીવોનાં બંને રંગસૂત્રો ઉપર વૈકલ્પિક કારક $A$ અને આવૃત્તિ $p$ સાથે આવવાની શક્યતા એ સંભાવનાઓનું પરિણામ છે. દા.ત., $p^2$. આ જ રીતે $aa$ એ $q^2$ અને $Aa$ ને $2pq$ તરીકે દર્શાવાય છે. આથી $p^2 + 2pq+ q^2 = 1$. આ $(p+q)^2$ દ્વિપદીનું
વિસ્તરણ છે. જ્યારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન હોય, તો આ જુદાપણું ઉદ્દવિકાસ ફેરફારની વ્યાપકતા દર્શાવે છે. જનીનિક સમતુલામાં અથવા હાર્ડી-વેઇનબર્ગ સમતુલામાં ખલેલ એટલે કે એક વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફારના પરિણામ સ્વરૂપ ઉદ્દવિકાસ થાય છે, તેવું અર્થઘટન કરાયું છે.