English
Hindi
7.Human Health and Disease
medium

બંધાણી અને પરાધીનતા શું છે ? સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

દેખીતી રીતે કેફી પદાર્થો લાભદાયી છે એવી સમજને કારણે તેનો ઉપયોગ વારંવાર થાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આલ્કોહૉલ અને ડ્રગ્સની પ્રકૃતિ જે વ્યસની બનાવવાની છે તેમ છતાં તેઓ આ વાત સમજી શકતા નથી. વ્યસન મનોવૈજ્ઞાનિક જોડાણની ચોક્કસ અસરો ધરાવે છે. જેમકે, ઉલ્લાસની અનુભૂતિ અને ખુશ રહેવાની ક્ષણિક લાગણીઓને કારણે વ્યક્તિ કેફી પદાર્થો અને આલ્કોહૉલ સાથે સંકળાય છે.

જેથી વ્યક્તિ જ્યારે તેની જરૂર હોતી નથી કે તેનો ઉપયોગ સ્વયં વિનાશ પ્રેરે છે, છતાં તેનો ઉપયોગ કરે છે. કેફી પદાર્થોનો વારંવાર ઉપયોગ કરવાથી આપણા શરીરમાં રહેલા સંવેદના ગ્રાહકો (સંવેદનગ્રાહી અંગો)ની સહનશીલતાનો આંક ઊંચો જાય છે. જેને કારણે નશાકારક પદાર્થો કે આલ્કોહૉલની ઉચ્ચ માત્રા જ સંવેદનાનો પ્રતિચાર અનુભવી શકે છે, કે જેથી તેને વધુ માત્રામાં લેવાની આદત પડી જાય છે.

તેમ છતાં, એક વાત આપણા મગજમાં ઉતારવી રહી કે નશાકારક પદાર્થોનું એકવારનું પણ સેવન વ્યક્તિને બંધાણી તરફ દોરી જાય છે. આ રીતે નશાકારક પદાર્થો અને આલ્કોહોલની વ્યસની કે બંધાણી ક્ષમતાને એક દુર્વ્યસની કે નીતિભ્રષ્ટ મિત્રવર્તુળ તરફ દોરી જાય છે કે જેથી આ પદાર્થોનું નિયમિત સેવન કરતું હોય છે તથા આ ચક્રમાંથી બહાર નીકળવું તે/તેણીના હાથની વાત રહેતી નથી. આમ, યોગ્ય માર્ગદર્શન કે પરામર્શનના અભાવથી વ્યક્તિ વ્યસની કે તેનો બંધાણી બની જાય છે અને તેના ઉપયોગથી પરાધીન બને છે.

          પરાધીનતાને લીધે શરીરનું અમુક દિશામાં માનસિક વલણ સ્પષ્ટ થાય છે. જો નિયમિત કેફી પદાર્થ કે આલ્કોહૉલને એકાએક ત્યાગ કરવાને લીધે તેને વિડ્રોઅલ સિન્ડ્રોમ (withdrawal syndrome) થાય છે. જેને લીધે બેચેની, કંપારી, ઉબકા અને પરસેવો વગેરે લક્ષણો જોવા મળે છે. જ્યારે ફરીથી તેનો ઉપયોગ થાય ત્યારે આનાથી રાહત મળી શકે છે. કેટલાક કિસ્સામાં વિડ્રોઅલ સિન્ડ્રોમ ગંભીર બને છે અને જીવન માટે જોખમી પણ બને છે જેથી વ્યક્તિને દાક્તરી સારવાર આપવાની આવશ્યકતા પણ ઊભી થાય છે.

          પરવશતાને કારણે દર્દી પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે જરૂરી ધન રાશિ પ્રાપ્ત કરવા માટે સામાજિક માપદંડોને દાવ પર લગાવી દે છે. જેને પરિણામે અનેક સામાજિક વ્યવસ્થાપનની મુશ્કેલીઓ સર્જાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.