- Home
- Standard 12
- Biology
અનુકલન શું છે ? વિવિધ સજીવો વિશિષ્ટ પર્યાવરણસ્થિતિનો પ્રત્યાઘાત દર્શાવવા કેવા અનુકૂલનો સાધે છે તે ઉદાહરણ આપી સમજાવો.
Solution
સજીવોના પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે તેનો સામનો કરવા માટે સજીવો ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પોને અપનાવતા નજરે જોયા છે કે જ્યાં કેટલાક સજીવો ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા ગોઠવણ) દ્વારા પ્રતિક્રિયા આપવા સક્ષમ હોય છે જ્યારે બીજા કેટલાક પોતાની વર્તણૂક દ્વારા વ્યાવહારિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પ્રતિક્રિયા કરે છે (અસ્થાયી રૂપે ઓછા તણાવયુક્ત નિવાસસ્થાન તરફ સ્થળાંતર કરીને). આ પ્રતિક્રિયાઓ વાસ્તવમાં તેમનાં અનુકૂલનો પણ છે.
તેથી, આપણે કહી શકીએ કે અનુકૂલન એ સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ (બાહ્યાકારકીય-morphological, દેહધાર્મિક-physiological, વ્યાવહારિક-behavioural) છે જે સજીવને તેના નિવાસસ્થાન (આવાસ)માં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે છે. ઘણાં અનકલનો લાંબા ઉદ્વિકાસકીય (evolutionary) સમયની યાત્રા બાદ વિકસિત થયા છે અને જનીનિક રીતે સ્થાયી બન્યા છે. પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં, ઉત્તર અમેરિકાના રણમાં કાંગારુ ઉંદર (kangaroo rat) પાણીને લગતી તમામ જરૂરિયાતો તેની આંતરિક ચરબીના ઑક્સિડેશન (કે જેમાં પાણી ઉપપેદાશ છે) દ્વારા પૂર્ણ કરવામાં સક્ષમ છે. તે તેના મૂત્ર (urine)ને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે તેથી તે ઉત્સર્ગ પેદાશો (excretory products)ના નિકાલ માટે પાણીનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે છે.
ઘણી રણની વનસ્પતિઓ તેમનાં પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલ ધરાવે છે અને બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા તેમના પરધો ઊંડા ગર્તો (deep pits)માં ગોઠવાયેલા છે. તેઓ વિશિષ્ટ પ્રકાશસંશ્લેષી માર્ગ ($CAM-$ Crassulacean Acid Metabolism) પણ ધરાવે છે જે દિવસના સમય દરમિયાન તેમના પર્ણરંદ્રો બંધ રાખવા યોગ્ય બનાવે છે. કેટલીક ફાફડાથોર (Opumtia) જેવી રણની વનસ્પતિઓ પર્ણો ધરાવતી નથી-તેઓ રૂપાંતરિત થઈ કંટકોમાં ફેરવાઈ જાય છે-પ્રકાશસંશ્લેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે.
ઠંડી આબોહવાયુક્ત વિસ્તારનાં સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે (જેને એલનનો નિયમ-Allen's Rule કહેવાય છે). ધ્રુવીય સમુદ્રોમાં સીલ (seal) જેવા જલિય સસ્તનો તેમની ત્વચાની નીચે ચરબીનું જાડું થર (blubber-દરિયાઈ પ્રાણીજ ચરબી) ધરાવે છે જે ઉષ્માઅવરોધક (insulator) તથા શરીરની ગરમી (દૈહિક ઉષ્મા)ને ઘટાડવા કામ આવે છે.
કેટલાક સજીવો દેહધાર્મિક અનુકૂલનો ધરાવે છે કે જે તેમને તણાવભરી પરિસ્થિતિ (હાલત) સામે ત્વરિત પ્રતિક્રિયા અપનાવવા દે છે. જો ક્યારેક તમને કોઈ વધુ ઊંચાઈવાળા ઉત્તુંગ વિસ્તારો $ > 3500$ મીટરથી વધુ-મનાલી પાસે રોહતંગ ઘાટ (Rohtang Pass) અને લેહમાં જવાનું થાય તો તમે ઉત્તુંગતા બીમારી (altitude sickness-ઊંચાઈ સંબંધિત બીમારી)નો અવશ્ય અનુભવ કર્યો હશે. ઉબકા (nausea), થકાવટ (fatigue) તથા હૃદયના ધબકારા વધવા (heart paipitations) વગેરે સમાવિષ્ટ આ બીમારીનાં લક્ષણો છે.
આનું કારણ એ જ છે કે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વાતાવરણીય દબાણ ઓછું હોય છે, જેના કારણે શરીરને પૂરતો ઑક્સિજન મળતો નથી. પરંતુ ધીમે-ધીમે તમે સ્થાનિક હવામાનને સાનુકૂળ (acclimatized પર્યાનુકૂલિત) થઈ જશો અને તમને ઉત્તુંગતા બીમારી અનુભવવાનું અટકી જશે. તમારા શરીરે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કર્યું? તમારું શરીર લાલ રુધિર કોષો (red blood cells-રક્તકણો)નું ઉત્પાદન વધારીને, હિમોગ્લોબીનની બંધન-ક્ષમતા (binding affinity) ઘટાડીને તથા શ્વસનદરમાં વધારો કરીને ઓછા ઑક્સિજનની ઉપલબ્ધિ ભરપાઈ (ક્ષતિપૂર્તિ) કરે છે. હિમાલયની વધુ ઊંચાઈમાં અનેક જનજાતિઓ (tribes) રહે છે. તમે એ શોધી કાઢો કે, સપાટ મેદાની વિસ્તારોમાં રહેતા લોકો કરતાં એ જનજાતિઓમાં સામાન્યતઃ લાલ
રુધિર કોષોની સંખ્યા (કે કુલ હિમોગ્લોબીન) વધારે હોય છે.
મોટા ભાગનાં પ્રાણીઓમાં, ચયાપચયિક પ્રક્રિયાઓ અને તે સંલગ્ન બધાં જ દેહધાર્મિક કાર્યો ઓછી (સાંકડી narrow) તાપમાન ક્ષેત્રમર્યાદામાં ઈષ્ટત્તમ રીતે આગળ વધે છે (મનુષ્યોમાં તે $37^o$ છે).