દ્વિ-પરિમાણમાં ગતિ કરતાં કણના $(x,\, t)$, $(y,\, t)$ ની આકૃતિઓ નીચે દર્શાવી છે.
જો કણનું દળ $500\, g$ હોય તો તેનાં પર લાગતું બળ (મૂલ્ય અને દિશા) શોધો.
ઍરિસ્ટોટલના ગતિ અંગેના ખ્યાલની ભૂલ કઈ હતી ?
પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખગતિમાં હોય, તો તેના પર કોઈ બળો લાગતા નથી તેમ શાથી કહી ન શકાય ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઘર્ષણરહિત સમતલો ઊર્ધ્વદિશા સાથે અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણા બનાવે છે. બે બ્લોક A અને B ને સમતલો ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે. તો બ્લોક A નો બ્લોક $B$ ની સાપેક્ષે ઊર્ધ્વદિશામાંનો પ્રવેગ કેટલો થાય?
$5 m$ નું દોરડું ઘર્ષણરહિત સપાટી પર પડેલ છે.એક છેડા પર $5 N$ નું બળ લગાવવામાં આવે છે.બળ લગાડેલા છેડાથી $1 m$ અંતરે તણાવબળ ........ $N$ હશે.