- Home
- Standard 12
- Physics
$(i)$ ઉપરોક્ત આકૃતિઓ પ્રમાણેની લાક્ષણિકતાઓ ધરાવતા ડાયોડના નામ આપો.
$(ii)$ આકૃતિ $-1$ માંનું બિંદુ શું દશાવે છે ?
$(iii)$ આકૃતિ $-2$ માં બિંદુઓ $P$ અને $Q$ શું દશાવે છે ?

Solution
$(i)$ આકૃતિ$-1$ માંની લાક્ષણિકતા ઝેનર ડાયોડની છે જ્યારે આકૃતિમાંની લાક્ષણિકતા સોલર સેલ માટે છે.
$(ii)$ આકૃતિ$-1$ માંનુ બિંદુ $B$ ઝેનર બ્રેક ડાઉન આગળનો રિવર્સ વોલ્ટેજ દર્શાવે છે (જેને ઝેનર વોલ્ટેજ પણ કહે છે.)
$(iii)$ આકૃતિ$-2$ માનું બિંદુ $P$ સોલર સેલ પરનો એવો ધન વોલ્ટેજ દર્શાવે છે જેના વડે મળતો પ્રવાહ, સોલર સેલ પર પ્રકાશના આપાત થવાથી મળતા પ્રવાહ જેટલો અને વિરુદ્ધ દિશામાં છે જેથી સોલર સેલમાંથી પસાર થતો પરિણામી વિદ્યુતપ્રવાહ $I= 0$ બને છે આવા વોલ્ટેજને $Open\,circuit\,voltage$ કહે છે.
આકૃતિ$-2$ માંનું બિંદુ $Q$, સોલર સેલને બૅટરી વડે લાગુ પડતો વોલ્ટેજ શૂન્ય હોય ત્યારે સોલર સેલ પ૨, ઓછામાં ઓછી થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી આવૃત્તિનો પ્રકાશ આપાત થવાથી (બેટરી વડે મોકલવામાં આવતા પ્રવાહની વિરુદ્ધ દિશામાં) મળતો વિદ્યુતપ્રવાહ દર્શાવે છે. આવા વિદ્યુતપ્રવાહને $Short\,circuit\,current$ કહે છે.