થોડા સમય પહેલાં એન્ટાર્કટિકાની ઉપર ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરિક વાદળો બનવાનું નોંધવામાં આવ્યું હતું. તે કેવી રીતે બન્યા હશે અને સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમીને કારણે કેટલાક વાદળો તૂટે તો શું થાય ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઉનાળામાં નાઈટ્રોજન ડાયોક્સાઈડ અને મિથેન ક્લોરિન મોનોક્સાઇ્ડ અને ક્લોરિન સાથે પ્રક્રિયા કરી ક્લોરિનયુક્ત નીપજ બનાવે છે. જે ઓઝોનના ક્ષયનને વધુ હદ સુધી રોકે છે, જ્યારે શિયાળામાં એન્ટાર્કટિકા પર વિશિષ્ટ પ્રકારનું વાદળ રચાય છે જેને ધ્રુવીય સમતાપ વાદળ કહે છે.

આ વાદળ એવી સપાટી પ્રદાન કરે છે જેના પર બનેલો ક્લોરિન નાઈટ્રેટ જળવિભાજન પામી હાઈપોક્લોરસ ઍસિડ બનાવે છે. તે હાઈડ્રોજન ક્લોરાઈડ સાથે પણ્ પ્રક્રિયા કરી ક્લોરિન અણુ બનાવે છે.

$\mathrm{ClO}_{(\mathrm{g})}^{\bullet}+\mathrm{NO}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{ClO} \mathrm{NO}_{2(\mathrm{~g})}$

$\mathrm{Cl}_{(\mathrm{g})}^{\bullet}+\mathrm{CH}_{4(\mathrm{~g})} \rightarrow{ }^{\bullet} \mathrm{CH}_{3(\mathrm{~g})}+\mathrm{HCl}_{(\mathrm{g})}$

$\mathrm{ClONO}_{2(\mathrm{~g})}+\mathrm{H}_{2} \mathrm{O}_{(\mathrm{g})}$ $\longrightarrow \mathrm{HOCl}_{(\mathrm{g})}+\mathrm{HNO}_{3(\mathrm{~g})}$

$\mathrm{ClONO}_{2(\mathrm{~g})}+\mathrm{HCl}_{(\mathrm{g})} \rightarrow \mathrm{Cl}_{2(\mathrm{~g})}+\mathrm{HNO}_{3(\mathrm{~g})}$

જ્યારે વસંતઋતુમાં એન્ટાર્કટિકા પર સૂર્યપ્રકાશ પાછો ફરે છે. ત્યારે સૂર્યની ગરમી આ વાદળને વિખંડિત કરે છે અને સૂર્યપ્રકાશ દ્વારા $\mathrm{HOCl}$ અને $\mathrm{Cl}_{2}$ નું પ્રકાશીય વિભાજન થાય છે.

$\mathrm{HOCl}_{\mathrm{g})} \stackrel{h v}{\longrightarrow} \mathrm{O}^{\bullet} \mathrm{H}_{(\mathrm{g})}+\mathrm{Cl}^{\bullet}(\mathrm{~g})$

$\mathrm{Cl}_{2(\mathrm{~g})} \stackrel{h v}{\longrightarrow} 2 \mathrm{Cl}^{\bullet}(\mathrm{~g})$

આમ, ક્લોરિન મુક્તમૂલક બને છે અને ઓઝોનના ક્ષયન માટેની શૃંખલા પ્રક્રિયાનો પ્રારંભ કરે છે.

Similar Questions

જળપ્રદૂષણના મુખ્ય કારણો ક્યા છે ? સમજાવો. 

જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું ? 

એક ખેડૂત તેના ખેતરમાં જંતુનાશકોનો ઉપયોગ કરી રહ્યો છે. તે તેના ખેતરનો ઉપયોગ માછલીઓના પોષણ માટે જરૂરી ખોરાકના ઉત્પાદનમાં કરે છે. તેને કહેવામાં આવ્યું છે કે માછલીઓ માનવ વપરાશ માટે યોગ્ય નથી કારણ કે માછલીઓના કોષોમાં મોટી માત્રામાં જંતુનાશકો મળી આવ્યા છે. આ કેવી રીતે શક્ય બને ? સમજાવો. 

પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના નિર્માણ દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. 

પ્રદૂષણના પ્રકારો જણાવો.