English
Hindi
Environmental Study
normal

નીચેના માટે તમે હરિયાળું વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરશો ?

$(a)$ પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ ઘટાડવા

$(b)$ ડ્રાયક્લિનિંગમાં હાઇડ્રોજનયુક્ત દ્રાવકનો અને ક્લોરિનયુક્ત બ્લીચિંગનો ઉપયોગ ટાળવા.

$(c)$ સાંશ્લેષિત ડિટરજન્ટનો ઉપયોગ ઓછો કરવો.

$(d)$ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરવા. 

Option A
Option B
Option C
Option D

Solution

$(a)$ પ્રકાશ રાસાયણિક ધૂમ-ધુમ્મસને નિયંત્રિત કરવા અથવા તેના ઘટાડા માટેનો સૌથી સીધો અને સરળ ઉપાય એ છે કે

નાઇટ્રોજનના ઑક્સાઇડ અને હાઇડ્રોકાર્બનને વાતાવરણમાં ભળતા અટકાવવાં.

નીચેની કેટલીક પદ્ધતિઓનો અમલ કરવાથી નાઇટ્રોજનના ઑક્સાઇડ અને હાઇડ્રોકાર્બનને વાતાવરણમાં ભળતો ઓછો કરી શકાય,

$(i)$ વાહનોમાં સારી ગુણવત્તાવાળા ઉદ્દીપકીય રૂપાંતરકોનો ઉપયોગ કરવાથી હાનિકારક વાયુઓ બિનહાનિકારક વાયુઓમાં

રૂપાંતરિત થાય છે.

$(ii)$ વાતાવરણમાં ચોક્કસ સંયોજનોનો છંટકાવ કરી મુક્તમૂલક પેદા કરે છે જે મુક્તમૂલક સાથે જોડાઈ રહે છે અને

પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસના ઝેરી સંયોજનો બનાવે છે. તે પ્રતિક્રિયાઓ શરૂ કરે છે. ડાય ઇથાઇલ હાઇડ્રોક્સિ

લેમાઇન સંયોજન પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ રોકવા માટે મળી આવે છે.

$(iii)$ કેટલાક વૃક્ષો જેવા કે પીનસ, જુનીપેરસ, પાયરસ અને ઇર્ટિસ કે જે નાઇટ્રોજનનું ઑક્સાઇડનું ચયાપચન કરી શકે છે.

$(b)$ કપડાના પ્રાયક્લિનમાં વપરાતા સંયોજનો દ્રાવકો સામાન્ય રીતે ક્લોરિનયુક્ત હોય છે જે કેન્સરજન્ય હોય છે.

ક્લોરિન-યુક્ત સંયોજનોને બદલે જે સંયોજનો પ્રવાહી કાર્બન ડાયૉક્સાઇડ સાથે કામ કરી શકે તેની શોધ કરવી જોઈએ. કપડાને બ્લીચિંગ કરવા ક્લોરિનયુક્ત બ્લીચિંગના બદલે $H_2O_2$નો ઉપયોગ કરવાથી પરિણામ પણ સારું મળે છે અને તે નુકસાનકર્તા હાનિકારક નથી. પહેલા $Cl_2$ વાયુનો ઉપયોગ કાગળના બ્લીચિંગમાં થતો હતો. ક્લોરિન એ ખૂબ જ ઝેરી છે. તેના ઉપયોગને યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં $H_2O_2$ દ્વારા બદલવામાં આવે છે.

$(c)$ સફાઈકામમાં સાંશ્લેષિત ડિટરજન્ટનો ઉપયોગ ઓછો કરવા શક્ય હોય તો વનસ્પતિ તેલમાંથી બનાવેલા સાબુનો ઉપયોગ

કરવો. વનસ્પતિ તેલ જૈવ-વિઘટનીય હોય છે જયારે ડિટરજન્ટ જૈવ-વિઘટનીય હોતા નથી.

$(d)$ પેટ્રોલ અને ડીઝલના બદલે $CNG$ અને $LNG$નો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેઓ પ્રદૂષણરહિત ઇંધણ છે.

પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ બીજા પદાર્થો જેવા કે હાઇડ્રોજન ઈથાઈલ આલ્કોહોલ વગેરેનો પણ ઉપયોગ કરી શકાય.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.