આધાર માટે મૂળનાં રૂપાંતરો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\Rightarrow$ આધાર માટે મૂળનાં રૂપાંતરો : અવલંબન મૂળ અને સ્તંભમૂળ યાંત્રિક આધાર માટેનાં રૂપાંતરો છે.

$(a)$ અવલંબન મૂળ (Stilt Roots) : મકાઈ (Maize), શેરડી (Sugarcane)માં પ્રકાંડની નીચે તરફની ગાંઠોમાંથી અસ્થાનિક મૂળ ઉદ્ભવી જમીન તરફ ત્રાંસાં આગળ વધી જમીનમાં પ્રવેશી વનસ્પતિને યાંત્રિક આધાર પૂરો પાડે છે. આવા મૂળને અવલંબન મૂળ કહે છે. ઉદા., મકાઈ, શેરડી, કેવડો (Pandanus) વગેરે.

$(b)$ સ્તંભ મૂળ (Prop Root) : વડની શાખાઓ ઉપરથી હવામાં લટકતી દોરડા જેવી રચનાઓ ભૂમિમાં પ્રવેશી જાડી બની વનસ્પતિને ટેકો આપે છે. ઉદા., વડની વડવાઈ

$(c)$ શ્વસનમૂળ (Pneumatophores) : દરિયાકિનારે ખારા પાણીના દલદલ (Swampy) - ભેજવાળા વિસ્તારમાં વિકાસ પામતી વનસ્પતિઓના સમૂહને મેન્યુવ (Mangrove) કહે છે.

$\Rightarrow$ આ વનસ્પતિઓનાં ઘણાં મૂળ જમીનમાંથી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં પ્રકાશ તરફ સીધા આયામ વિકાસ પામે છે.

$\Rightarrow$ આવાં મૂળ છિદ્રાળું અને અશાખિત હોય છે. તે હવામાંથી ઑક્સિજન ગ્રહણ કરવામાં મદદ કરે છે. તેમને શ્વસનમૂળ (Respiratory Root અથવા Pneumatophores) કહે છે

945-s72g

Similar Questions

આપેલ આકૃતિમાં $P$ અને $Q$ શું દર્શાવે છે?

આ વનસ્પતિના મૂળ ઋણભૂૂવર્તી રીતે વિકાસ પામે છે.

યોગ્ય જોડકા જોડો :

કોલમ - $I$

કોલમ - $II$

$1.$ ગાજર અને ટર્નીપ

$p.$ શાખામાંથી ઉત્પન્ન થતા મૂળ

$2.$ વડનું ઝાડ

$q.$ સોટીમૂળ

$3.$ મકાઈ અને શેરડી

$r.$ પ્રરોહ તંત્ર

$4.$ કલિકા

$s.$ ભૂમીની નજીક આવેલી નીચેના ગાંઠવિસ્તારમાંથી ઉત્પન્ન થતા મૂળ

રાઈઝોફોરામાં, મૂળ શેની રચના કરવા માટે પરિવર્તિત થાય છે? 

સાચી જોડ શોધો :