4.Principles of Inheritance and Variation
medium

$(a)$ મનુષ્યમાં નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી છે, સમજાવો. નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય તેવાં ઉદાહરણ આપો.

$(b)$ બાળકનાં લિંગ નિશ્ચયન માટે કોણ જવાબદાર છે ? લિંગ નિશ્ચયનમાં તાપમાનનો ફાળો દર્શાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

$(a)$

$(i)$ સમયુગ્મી સજીવનાં જન્યુઓ એક જ પ્રકારનાં લિંગી રંગસૂત્રો ધરાવે છે. જયારે વિષમયુગ્મી સજીવનાં જન્યુઓ બે અલગ પ્રકારનાં લિંગી રંગસૂત્રો ધરાવે છે. મનુષ્ય $XX/XY$ પ્રકારનું લિંગ નિશ્ચયન દર્શાવે છે. માદા બે $(XX)$ રંગસુત્રો ધરાવે છે. જ્યારે નર એક $X$ અને બીજું $Y$ $(XY)$ રંગસુત્ર ધરાવે છે, તેથી અંડકોષો એક જ પ્રકારનાં $(X)$ રંગસૂત્ર ધરાવે છે. જ્યારે શુક્રકોષો $(X) / (Y)$ પ્રકારનાં રંગસૂત્રો ધરાવે છે. તેથી મનુષ્યમાં માદા સમયુગ્મી અને નર વિષમયુગ્મી છે.

$(ii)$ કેટલાંક એવા ઉદાહરણ જોવા મળે છે જેમાં નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય છે. કેટલાંક પક્ષીઓમાં નર $(ZZ)$ લિંગી રંગસૂત્ર ધરાવે છે. માદા $(ZW)$ લિંગી રંગસૂત્ર ધરાવે છે. આવું જ મોથ (ફૂદાં) અને પતંગિયામાં પણ જોવા મળે છે.

$(b)$

$(i)$ બાળકના જાતિ નિશ્ચયનમાં વિષમયુગ્મી સજીવનો ફાળો હોય છે. મનુષ્યમાં નર વિષમયુગ્મી હોય છે તેથી બાળકની જાતિ નિશ્ચયનમાં નર ભાગ ભજવે છે.

$(ii)$ મગર જેવા કેટલાંક પ્રાણીઓમાં નીચા તાપમાને માદા સંતતિ અને વધુ તાપમાન હોય તો નર સંતતિ ઉત્પન્ન થતી જોવા મળે છે,

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.