ચોક્કસ પરમાણુના ઊર્જા સ્તરો $A, B, C$ વધતા ઊર્જાના મૂલ્ય સાથે સંલગ્ન છે. એટલે કે $ E_A < E_B < E_C$ છે. જો $\lambda_1 , \lambda_2 , \lambda_3$ એ અનુક્રમે $C$ થી $ B$ અને $B$ થી $A$ અને $C$ થી $A$ સુધી થતી સંલગ્ન સંક્રાતિના વિકિરણ ની તરંગ લંબાઈ હોય તો નીચેના પૈકી કયો સંબંધ સાચો છે?
$\lambda_1 , \lambda_2 , \lambda_3 =0$
$\lambda_3 = \lambda_1 + \lambda_2$
$\lambda_3 = \lambda_1\,\lambda_2 / (\lambda_1 + \lambda_2)$
$\lambda _3^2\,\, = \,\,\lambda _1^2\, + \,\,\lambda _2^2$
$5\ MeV$ ઉર્જા ધરાવતો $\alpha$-કણ સ્થિર પડેલા યુરેનિયમના ન્યુક્લિયસ સાથે $180^o$ ના પ્રકીર્ણન ખૂણે અથડાય છે. $\alpha$- કણ ન્યુક્લિયસ નજીક કેટલા ક્રમના અંતર સુધી પહોચી શકે?
જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રધરફર્ડના ન્યુક્લિયર મૉડેલમાં ન્યુક્લિયસ (ત્રિજ્યા લગભગ $10^{-15}\, m$ ) સૂર્યના જેવો છે જેની આસપાસ ઈલેક્ટ્રૉન કક્ષામાં (ત્રિજ્યા $10 ^{-10}\,m)$ ભ્રમણ કરે છે. જો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુના જેવા હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે તે કરતાં વધારે નજીક કે દૂર હોત ? પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા $1.5 \times 10^{11}\,m$ છે. સૂર્યની ત્રિજ્યા $7\times 10^8\, m$ લેવાય છે.
પરમાણુઓ વિદ્યુતની દૃષ્ટિએ તટસ્થ શાથી હોય છે ?
લીથીયમ $L{i^{ + + }}$ માં પ્રથમ ઉત્તેજીત અવસ્થામાં રહેલા ઇલેકટ્રોનને દૂર કરવા માટે ......... $eV$ ઊર્જાની જરૂર પડે.
હાઇડ્રોજનમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોન મુખ્ય કવોન્ટમ આંક $3$ માં જવાથી કેટલી સ્પેકટ્રલ રેખા મળે?