$2$ દળના એક બ્લોકને શિરોલંબ ખરબચડી દીવાલ સાથે આંગળી વડે દબાવીને રાખેલો છે. જો બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $\mu $ અને ગુરુત્વપ્રવેગ $g$ હોય તો દીવાલ સાથે બ્લોકને પકડી રાખવા આંગળી વડે લગાડવું પડતું લઘુતમ બળ શોધો.
ધારો કે આંગળીથી બ્લોક પર લગાડેલ બળ $F$ છે.
હવે, બ્લોક પર દીવાલ લંબપ્રત્યાઘાતી બળ $N$ છે.
તેથી સમતોલન માટે $W = mg$
બ્લૉકનું વજન બળ અધોદિશામાં, ધર્ષણબળ $f$
ઉર્વ્વદિશામાં અને લંબપ્રત્યાઘાતી બળ $N$
દીવાલને લંબરૂપે છે.
બ્લૉકના સમતોલન માટે
$f= W$
$\therefore f= Mg$અને $F = N$
$\mu N= Mg$
$\mu F= Mg (\because F = N )$
$\therefore F=\frac{ Mg }{\mu}$
સંપર્કમાંની બે વસ્તુઓ વચ્ચેનું સીમાંત મર્યાદિત ઘર્ષણ એ શેનાથી સ્વતંત્ર છે
$2\, kg $નો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.4$ છે.તેના પર $2.5\, N $નું બળ લગાવતા તેના પર ........ $N$ ઘર્ષણબળ લાગશે.
$2 \,kg $ ના દળનો બ્લોક $0.4$ ઘર્ષણાંક ઘરાવતી સપાટી પર પડેલ છે.જો તેના પર $2.5\, N$ નું બળ લગાવતાં ઘર્ષણબળ ........ $N$ થાય.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, સમક્ષિતિજ સપાટી ઉપર રહેલ $10\,kg$ ના દળને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $F$ બળથી ખેંચવામાં આવે છે.$\mu_{ s }=0.25$ માટે,બળ $F$ ના $........\,N$ મહતમ મૂલ્ય સુધી બ્લોક સ્થિર રહેશે.[$g=10\,ms^{-2}$ આપેલ છે.]
એક સમક્ષિતિજ સપાટી પર એક $2 \,kg$ દળ અને $4 \,ms ^{-1}$ ઝડ૫ ધરાવતું એક ચોસલું ગતિ કરતા $x=0.5 \,m$ થી $x=1.5 \,m$ જેટલી લંબાઈ ધરાવતી ખરબચડી સપાટીમાં દાખલ થાય છે. ખરબચડી સપાટી પર કાપેલ અંતર માટે પ્રવર્તનું પ્રતિપ્રેવેગી બળ $F =- k x$, જ્યાં $k =12 \,Nm ^{-1}$ છે. ચોસલું ખરબચડી સપાટીને પસાર કરે તે જ સમયે ઝડપ ............. $ms ^{-1}$ હશે.