આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળરહિત સળિયા $AB$ અને $AC$ દ્વારા એક ફ્રેમ બનાવેલ છે. $A$ બિંદુ પર $\overrightarrow{ P }$ બળ લાગે છે જેનું મૂલ્ય $100\; N$ છે. તો બળ $\overrightarrow{ P }$ નો $AC$ ની દિશામાંનો ઘટક $x\;N$ હોય તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
[$\sin \left(35^{\circ}\right)=0.573, \cos \left(35^{\circ}\right)=0.819$ $\left.\sin \left(110^{\circ}\right)=0.939, \cos \left(110^{\circ}\right)=-0.342\right]$
$82$
$72$
$87$
$78$
ઊંચે ફટકારેલા બોલને કેચ કરવા ક્રિકેટર બોલ સાથે હાથને પાછો ખેંચે છે ? શાથી ?
બળના મુખ્ય પ્રકારોના ઉદાહરણ આપી સમજાવો.
$\theta $ કોણ ઢાળ પર પડેલા $m$ દળનું લંબ બળ કેટલું ?
એક તારના ટુકડાને $Y = Kx^2$ અનુસાર પરવલય આકારમાં વાળવામાં આવેલ છે. તેની અંદર $m$ દળનું એક જંતુ છે, જે તાર પર ઘર્ષણરહિત સરકી શકે છે. જ્યારે તાર સ્થિર હોય ત્યારે તે પરવલયના સૌથી નીચેના બિંદુ પાસે છે. હવે તારને $ X-$ અક્ષને સમાંતર વલય જેટલા અચળ પ્રવેહથી ગતિ કરાવવામાં આવે છે, તો હવે જંતુ તારની સાપેક્ષે સ્થિર રહી શકે તેવું નવા સંતુલિત સ્થાનનું $ Y-$ અક્ષથી અંતર કેટલું હશે ?