4.Principles of Inheritance and Variation
medium

મેન્ડલના એકસંકરણ (manohybrid) પ્રયોગનું વર્ણન કરો. 

Option A
Option B
Option C
Option D

Solution

મૅન્ડલે, વટાણાના ઊંચા અને નીચા છોડનું સંકરણ કર્યું અને પ્રથમ પેઢીની સંતતિ મેળવી.

મૅન્ડલે જોયું કે $F_1$ પેઢીમાં પ્રાપ્ત બધા છોડ ઊંચા હતા, જે પોતાના એક ઊંચા પિતૃને સમાન હતો કોઈ પણ છોડ નીચા ન હતા.

તેમણે નોંધ્યું કે $F_1$ સંતતિમાં, બેમાંથી એક પિતૃના લક્ષણોની અભિવ્યક્તિ થાય છે, બીજા પિતૃના લક્ષણ અભિવ્યક્ત થતા નથી.

$F_1$ પેઢીના બધા જ ઊંચા છોડનું સ્વફલન કરાવતાં, $F_2$ પેઢીમાં $\frac{1}{4}$ છોડ $(25\, \%)$ નીચા હતાં. જયારે $\frac{1}{4}$ $(75\, \%)$ છોડ ઊંચા હતા. આ બંને તેમનાં પિતૃ છોડને સમાન લક્ષણો ધરાવતા હતા. વચગાળાની અભિવ્યક્તિ જોવા મળી નહીં.

અન્ય લક્ષણોમાં પણ આવાં જ પરિણામ પ્રાપ્ત થયાં. એટલે કે $F_1$પેઢીમાં માત્ર એક જ પિતૃના લક્ષણો પ્રદર્શિત થાય જ્યારે $F_2$ પેઢીમાં બંને લક્ષણો $3:1$ના પ્રમાણમાં અભિવ્યક્ત થયાં.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.