1.Sexual Reproduction in Flowering Plants
medium

મહાબીજાણુધાની (અંડક) (Megasporengium)ની ના આકૃતિસહ વર્ણવો. 

Option A
Option B
Option C
Option D

Solution

અંડક એ નાની રચના છે. જે દંડ વડે જરાય સાથે જોડાયેલ હોય છે. જેને અંડનાલ અથવા અંડકદંડ (funicle) કહે છે.

અંડકનો દેહ જે ભાગ વડે અંડવાલ સાથે જોડાયેલો હોય તેને બીજકેન્દ્ર (hilum) કહે છે. આમ, બીજકેન્દ્ર એ અંડક અને અંડકનાલ વચ્ચેનું સંગમસ્થાન છે.

દરેક અંડક એક કે બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે, જેને અંડકાવરણો (integuments) કહે છે.

આ અંડકાવરણો સમગ્ર પ્રદેહ (nucellus)ને આવરિત કરે છે.સિવાય કે અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર કે બીજાંડછિદ્ર (micropyle)ને આવરતું નથી.

અંડક છિદ્રના સામેના છેડે અંડકતલ (chalaza) આવેલ છે. જે અંડકનો તલ ભાગ છે.

અંડકાવરણોથી ઘેરાયેલા કોષસમૂહને પ્રદેહ nucellus) કહે છે. પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે છે.

પ્રદેહની અંદર ભૂણપુટ અથવા માદા જન્યુજનક (female gametophyte) હોય છે. એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભૂપુટ આવેલો હોય છે.

મહાબીજાણુજનન $:$ મહાબીજાણુ માતૃકોષ (megaspore mother cell-MMC)માંથી મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુજનન (Megasporogenesis) કહે છે.

અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષ (MMC)નું વિભેદન થાય છે તે ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષકેન્દ્ર ધરાવતો મોટો કોષ છે.

મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે, પરિણામે ચાર મહાબીજાણુઓ (megaspores) સર્જાય છે.

માદા જન્યુજનકનો વિકાસ (Female gametophyte) $:$ મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ચાર પૈકીના ત્રણ મહાબીજાણુઓ નાશ પામે છે અને એક મહાબીજાણુ સક્રિય રહે છે. આ સક્રિય મહાબીજાણુમાંથી માદા જન્યુજનક (ભ્રૂણપુટ)નો વિકાસ થાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.