- Home
- Standard 12
- Biology
કુટુંબનિયોજનની અવરોધન પદ્ધતિ તરીકે નિરોધનો ઉપયોગ વર્ણવો.
Solution
આ પદ્ધતિ સ્ત્રી અને પુરુષ બંનેને યોગ્ય રીતે અસર કરે છે. આ પદ્ધતિ સ્ત્રી અને પુરુષ બંને માટે ઉપલબ્ધ છે. સંક્રમિત રોગોથી રક્ષણ મળે છે.
આ પદ્ધતિમાં અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષને ભૌતિક સંપર્કમાં આવતા રોકાય છે.
$(i)$ ભૌતિક પદ્ધતિ $:$ પાતળા રબરના બનેલા નિરોધનો ઉપયોગ કરાય છે.
જેના ઉપયોગથી પુરુષના શિશ્ન અને સ્ત્રીઓની યોનિ તથા ગ્રીવાને સંવનનના થોડા સમય પહેલા ઢાંકવામાં આવે છે. સ્ખલિત વીર્ય સ્ત્રીના જનનમાર્ગમાં પ્રવેશી ના શકે. જેનાથી ગર્ભાધાન થતું નથી.
નિરોધનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે. જેના કારણોમાં તેનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ સંક્રમિત રોગો અને એઇસથી બચી શકે છે.
આ જાતે જ પહેરી તેમજ નિકાલ કરી શકાય તેવા હોય છે. ઉપયોગકર્તાની ગોપનીયતા (privacy) જળવાઈ રહે છે. આંતરપટલ (diaphragms) ગ્રીવા ટોપી અને વોટ્સ પણ રબરના બનેલા અવરોધકો છે. જેને સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં સમાગમ દરમિયાન ગ્રીવાને ઢાંકવા માટે દાખલ કરાય છે.
તેઓ શુક્રકોષોનો ગ્રીવા દ્વારા થતો પ્રવેશ અટકાવે છે. તે પુનઃઉપયોગમાં લઈ શકાય છે.
$(ii)$ રાસાયણિક પદ્ધતિ $:$ આમાં શુક્રાણુનાશક ક્રીમ, જૈલ કે ફોમનો ઉપયોગ કરાય છે. ક્રીમ સ્વરૂપે ફીણ ઉત્પન્ન કરતો પદાર્થ શુક્રકોષ સાથે જોડાઈ જાય છે. શુક્રકોષની ઑક્સિજન ગ્રહણ ક્ષમતાને અવરોધે છે અને શુક્રકોષોનો નાશ કરે છે.
Similar Questions
યાદી$-I$ને યાદી$- II$ સાથે મેળવો.
યાદી$-I$ | યાદી$-II$ |
$(a)$ વોલ્ટ્સ | $(i)$ શુક્રકોષનો ગ્રીવા મારફતે થતો પ્રવેશ રોકે છે |
$(b)$ $IUDs$ | $(ii)$ શુક્રવાહિની દૂર કરવી |
$(c)$ પુરુષ નસબંધી |
$(iii)$ ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ |
$(d)$ સ્ત્રી નસબંધી | $(iv)$ ફેલોપીયન નલિકા દૂર કરવી |
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(a)- (b)- (c)- (d)$