- Home
- Standard 12
- Biology
કેટલીક અસંગત જનીનિક જાતિઓના ભ્રૂણપુટ સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ દ્રીકીય કોષો ધરાવે છે. પરિસ્થિતિ માટે યોગ્ય વિવરણ રજૂ કરો.
Solution
સામાન્ય લિંગી પ્રજનનને બદલે ફલન વગર અલિંગી પ્રજનન થાય તેને અસંયોગીજનન કહે છે. ઉદા. પુષ્પોને બદલે પ્રકલિકાઓ અને બીજને બદલે વનસ્પતિનો ઉદ્દભવ.
એપોમક્ટિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલાં સજીવો જનીનિક રીતે પિતૃ વનસ્પતિને મળતો આવે છે. સપુષ્પ વનસ્પતિઓમાં મર્યાદિત તર્કમાં આવૃત બીજધારી એટલે કે બીજ દ્વારા અલિંગી પ્રજનન થાય છે.
કેટલીક વનસ્પતિ જાતિઓમાં આ સામાન્ય છે. ઉદા. એસ્ટરેસી, પોએસી. કેટલીક જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષ ઉત્પન્ન થાય છે અને ફલન વગર ભૂણમાં વિકાસ પામે છે.
કેટલીક જાતિઓ જેવી કે સાઇટ્રસ (લીંબુ) ભૂણપુટને ફરતે આવેલ પ્રદેહના કોષો વિભાજન પામવાની શરૂઆત કરે છે અને ભ્રૂણમાં પરિણમે છે. આ મહાબીજાણુ માતૃકોષમાં બને છે કે જ્યાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થતું નથી. આમ સમવિભાજન દ્વારા દ્વિકીય ભ્રૂણપુટ ઉત્પન્ન કરે છે.
આમ કેટલીક એપોમીક્ટિક જાતિઓમાં ભ્રૂણપુટ સામાન્ય જોવા મળે છે. પરંતુ દ્વિકીય કોષો ઉત્પન્ન કરે છે.