- Home
- Standard 12
- Biology
બાળકની જાતિ ક્યારે અને કઈ રીતે નક્કી થાય છે ? સમજાવો.
Solution
સ્ત્રીઓમાં લિંગી રંગસૂત્રો $XX$ પ્રકારનાં હોય છે. એ જ રીતે પુરુષમાં $XY$ લિંગી રંગસૂત્રો હોય છે.
તેથી માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકકીય અંડકોષો $X$ લિંગી રંગસૂત્ર ધરાવે છે.
જ્યારે નર જનનકોષો (શુક્રકોષો)માં લિંગ રંગસૂત્ર કાં તો $X$ અથવા $Y$ ધરાવે છે. આથી $50\, \%$ શુક્રકોષો $X$ રંગસૂત્ર ધરાવે છે. જ્યારે બાકીના $50\, \%\, Y$ રંગસૂત્ર ધરાવે છે.
નર અને માદાના જનનકોષોના જોડાણ બાદ ફલિતાંડ કાં તો $XX$ કે $XY$ ધરાવે છે. તેનો આધાર $X$ ધરાવતાં કે $Y$ રંગસૂત્ર ધરાવતાં શુક્રકોષ કે જે અંડકોષને ફલિત કરે છે તેની પર છે.
ફલિતાંડ $XX$ રંગસૂત્રો ધરાવે છે તે માદા (છોકરી) બાળમાં વિકસે છે. જયારે $XY$ રંગસૂત્રો ધરાવતા ફલિતાંડ નર (છોકરા)માં વિકસે છે.
આમ, બાળકની જાતિનું નિશ્ચયન પિતા દ્વારા થાય છે નહીં કે માતા દ્વારા.