- Home
- Standard 12
- Biology
ભ્રૂણપુટ વિશે સમજાવો.
Solution
સક્રિય મહાબીજાણુનું કોષકેન્દ્ર સમભાજન પામી, બે કોષકેન્દ્રો સર્જે છે. જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. આમ ક્રિકોષકેન્દ્રીય ભૂણપુટનું નિર્માણ થાય છે.
તેને અનુસરીને બે ક્રમિક સમવિભાજન થવાથી ક્રમશઃ ચાર કોષકેન્દ્રીય અને પછી આઠ કોષકેન્દ્રીય ભૂણપુટનું નિર્માણ થાય છે. આ પ્રકારનું વિભાજન ચુસ્તપણે મુક્ત કોષકેન્દ્રીય પ્રકારનું હોય છે, એટલે કે કોષકેન્દ્ર વિભાજન બાદ તરત જ કોષદીવાલનું નિર્માણ થતું નથી.
આઠ કોષકેન્દ્રીય અવસ્થા બાદ, કોષદીવાલના નિર્માણને અનુસરીને લાક્ષણિક માદા જન્યુજનક કે ધૂણપુટ સર્જાય છે.
આઠ કોષકેન્દ્રો પૈકીનાં છ કોષકેન્દ્રો કોષદીવાલ વડે આવરિત થાય છે અને કોષીય સ્વરૂપ ધારણ કરે છે, જ્યારે બાકીના બે કોષકેન્દ્રો જેને ધ્રુવીય કોષકેન્દ્રો (polar nuclei) કહે છે. તેઓ અંડપ્રસાધનની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષ (central cell) માં ગોઠવાય છે.
ભ્રૂણપુટમાં કોષોની લાક્ષણિક ગોઠવણી જોવા મળે છે.
અંડકછિદ્ર તરફના ત્રણ કોષો ભેગા મળી અંડપ્રસાધન (egg apparatus)ની રચના કરે છે. અંડપ્રસાધનમાં બે સહાયક કોષો (Synergid cells) અને એક અંડકોષ (egg cell)નો સમાવેશ થાય છે.
સહાયક કોષો, અંડછિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે જેને તંતુમય પ્રસાધન (filiform apparatus) કહે છે. જે પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે.
ત્રણ કોષો અંડકતલ તરફ ગોઠવાય છે. જેને પ્રતિધ્રુવીય કોષો (Antipodal cells) કહે છે.
મધ્યસ્થ મોટો કોષ દ્વિધ્રુવીય કોષકેન્દ્રો ધરાવે છે.
આમ આવૃત બીજધારીનો લાક્ષણિક ભ્રૂણપુટ (typical embryosac) પુખ્તતાએ $8$ કોષકેન્દ્રીય પરંતુ સાત $7$ કોષીય રચના ધરાવે છે.