- Home
- Standard 12
- Biology
6.Evolution
hard
ડાર્વિનના પસંદગીવાદના પરિપ્રેક્ષ્યમાં બૅક્ટરિયામાં જોવા મળતી પ્રતિજૈવિક પ્રતિકારકતાનું સ્પષ્ટીકરણ કરો.
Option A
Option B
Option C
Option D
Solution
ઉદ્દવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળ સાર પ્રાકૃતિક પસંદગી છે. નવાં સ્વરૂપો પ્રગટ થવાનો દર જીવનચક્ર અથવા જીવનકાળ સાથે સંકળાયેલો હોય છે. ઝડપથી વિભાજન પામતાં સૂક્ષ્મ જીવો ઊંચી ગુણનક્ષમતા ધરાવે છે અને કલાકોમાં લાખોની સંખ્યા પ્રાપ્ત કરે છે.
આપેલ માધ્યમમાં વૃદ્ધિ પામતી બેક્ટેરિયાની એક વસાહત (ધારો કે $A$ ) ખાદ્ય ઘટકોનો ઉપયોગ કરવાની ક્ષમતાના સંદર્ભમાં વિવિધતા ધરાવે છે. માધ્યમના બંધારણમાં ફેરફાર કરવામાં આવે તો વસ્તીનો ફક્ત તે જ ભાગ (ધારો કે $B$ ) બાકી રહેશે કે જે નવી બદલાયેલી પરિસ્થિતિમાં ટકી રહ્યા હોય. એક નિશ્ચિત સમય (અવધિ) દરમિયાન આ વસ્તીનું ભિન્નરૂપ બીજા કરતાં વધશે અને નવી જાતિઓ તરીકે અસ્તિત્વમાં આવશે. આવું થોડા દિવસોમાં જ થાય છે.
Standard 12
Biology