- Home
- Standard 11
- Chemistry
આયનીય ગુણાકાર ${Q_{sp}}$, દ્રાવ્યતા ગુણાકર ${K_{sp}}$ નો ભેદ સ્પષ્ટ કરી અભદ્રાવ્ય ક્ષારના અવક્ષેપન સાથે તેમના સંબંધ વિશે લખો.
Solution
$\mathrm{K}_{s p}$ : ચોક્કસ તાપમાને, અલ્પદ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં રહેલા તે ક્ષારના આયનોના સાંદ્રતાના ગુણાકારને દ્રાવ્યતા ગુણાકાર $\mathrm{K}_{s p}$ કહ છે. ઉદા.
$\mathrm{BaSO}_{4(\mathrm{~s})} \rightleftharpoons \mathrm{Ba}_{(\mathrm{aq})}^{2+}+\mathrm{SO}_{4(\text { aq })}^{2-}$
$\mathrm{K}_{s p}=\left[\mathrm{Ba}_{(\text {aq })}^{2+}\right]\left[\mathrm{SO}_{(4)}^{2-}\right]$
$\mathrm{Q}_{s p}$ : કોઈ અલ્પદ્રાવ્ય ક્ષારના ધન આયન અને ઋણ આયન ધરાવતાં બે દ્રાવણો મિશ્ર કરીયે ત્યારે મિશ્ર દ્રાવકમાંના અલ્પ દ્રાવ્ય ક્ષારના આયનોની સાદ્રતાના ગુણાકારને $\mathrm{Q}_{s p}$ અથવા આયનીય ગુણાકાર કહે છે.
ઉદા. $0.1$ M $\mathrm{Ba}\left(\mathrm{NO}_{3}\right)_{2}$ માં $0.05 \mathrm{M} \mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ નું સમાન કદનાં દ્રાવણ મિશ્ર કરવાથી મિશ્ર દ્રાવણમાં
$\mathrm{Ba}\left(\mathrm{NO}_{3}\right)_{2} \rightarrow \mathrm{Ba}^{2+}+2 \mathrm{NO}_{3}^{-}$
અને $\mathrm{H}_{2} \mathrm{SO}_{4} \rightarrow \mathrm{SO}_{4}^{2-}+2 \mathrm{H}^{+}$થાય.
આ મિશ્ર દ્રાવણમાં રહેલા $\mathrm{Ba}^{2+}$ અને $\mathrm{SO}_{4}^{2-}$ સાંદ્રતાના ગુણાકારને $\mathrm{BaSO}_{4}$ નો આયનીય ગુણાકાર $\mathrm{Q}_{s p}$ કહેવાય.
$\mathrm{Q}_{s p}\left(\mathrm{BaSO}_{4}\right)=\left[\mathrm{Ba}^{2+}\right]\left[\mathrm{SO}_{4}^{2-}\right]$
$\mathrm{K}_{s p}$ અને $\mathrm{Q}_{s p}$ નો સંબંધ અથવા $\mathrm{Q}_{s p}$ નાં ઉપયોગો :
જો $\mathrm{Q}_{s p}=\mathrm{K}_{s p}$ હોય તો સંતુલન સ્થિતિ થાય.
જો $\mathrm{Q}_{s p}<\mathrm{K}_{s p}$ તો અવક્ષેપ બનતા નથી.
જો $\mathrm{Q}_{s p}>\mathrm{K}_{s p}$ તો અલ્પદ્રાવ્ય ક્ષારના અવક્ષેપ બને છે.
“ $\mathrm{Q}_{s p}$ અને $\mathrm{K}_{s p}$ ના મૂલ્યો સરખાવીને બે દ્રાવણો મિશ્ર કરવાથી અવક્ષેપ બનશે કે નહીં તેની આગાહી કરાય છે."
$\mathrm{Q}_{s p}$ ની ગણતરી કરી, $\mathrm{K}_{s p}$ ના જાત મૂલ્ય સાથે સરખાવી અવક્ષેપનની આગાહી કરી શકાય છે.