- Home
- Standard 12
- Biology
મેન્ડલનો પ્રભુતાનો નિયમ (law of dominance) અને વિશ્લેષણનો નિયમ (law of segregation) સમજાવો.
Solution
પ્રભુતાનો નિયમ (Law ofDominance)
$(i)$ લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર (વિભક્ત-discrete) એકમો દ્વારા થાય છે.
$(ii)$ કારકો જોડમાં હોય છે.
$(iii)$ જો કારકની જોડના બે કારકો અસમાન હોય તો તેમાંથી એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે એટલે એક (પ્રભાવી) અને બીજું (પ્રચ્છન્ન) હોય છે.
$F_1$ માં માત્ર એક પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું તથા $F_2$ માં બંને પિતૃનાં લક્ષણોનું અભિવ્યક્ત થવું પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય છે.
$F_2$ માં $3:1$ નું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ પણ સ્પષ્ટ સમજાવાય છે.
વિશ્લેષણનો નિયમ (Law of segregation)
જ્યારે સંકરણમાં વિરોધી પ્રકારનાં લક્ષણોની જોડીને સામેલ કરવામાં આવે છે, ત્યારે બે કારકો (વૈકલ્પિક કારકો) નિશ્ચિત થયા વગર ભેગાં રહે છે.
જયારે આવા સંકરણ દ્વારા જન્યુઓ સર્જાય છે ત્યારે બંને કારકો એકબીજાથી અલગ પડે છે અને તે પૈકીનું એક જ કારક જનનકોષમાં દાખલ થાય છે.
આ રીતે કોઈ પણ જગ્યુકોષ લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ જનીન ધરાવે છે જેને જન્યુકોષોની શુદ્ધતાનો નિયમ પણ કહે છે.
સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે પરંતુ તેના જન્યુઓ લક્ષણની જે-તે અભિવ્યક્તિ માટે શુદ્ધ જ હોય છે.
સમયુગ્મી પિતૃ (homozygous) દ્વારા ઉત્પન્ન થતા બધા જ જન્યુઓ સમાન હોય છે. જયારે વિષમયુગ્મી પિતૃ (heterozygous) દ્વારા બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે, જેમાં પ્રત્યેકમાં એક એક કારક સરખા પ્રમાણમાં હોય છે,