9.Biotechnology Principals and Process
medium

રિસ્ટ્રીક્શન ઉત્સેચકો અને તેનું નામકરણ સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

વર્ષ $1963$ માં બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા છે, જે ઈ. કોલાઇમાં બૅક્ટેરિયોફેઝની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. તેમાંનો એક $DNA$ માં મિથાઈલ સમૂહને ઉમેરે છે જ્યારે બીજો $DNA$ ને કાપે છે. પછીથી તેમાંના બીજાને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ કહેવામાં આવ્યો.

          પ્રથમ રિસ્ટ્રિક્શન ઍન્ડોન્યુક્લિએઝ Hind $-II$, જેનું કાર્ય $DNA$ ન્યુક્લિઓટાઈડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે, તે પાંચ વર્ષ પછી અલગ કરાયો અને ઓળખવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે, Hind $-II$ હંમેશાં $DNA$ અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે જ્યાં છ બેઈઝ જોડનો એક ચોક્કસ ક્રમ હોય છે. આ ચોક્કસ બેઈઝક્રમ Hind $-II$ ના ઓળખક્રમ તરીકે જાણીતો છે.

Hind $-\,II$ સિવાય આજે $900$ થી વધારે રિસ્ટ્રેિશન ઉત્સેચકો વિશે જાણકારી છે જે બૅક્ટેરિયાની $230$ થી વધારે જાતમાંથી અલગ કરવામાં આવી છે, જેમાંથી પ્રત્યેક અલગ-અલગ ઓળખક્રમોને ઓળખે છે.

          આ ઉત્સેચકોના નામકરણમાં પરંપરાનુસાર, નામનો પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી જ્યારે બીજા બે અક્ષરો આદિકોષકેન્દ્રી કોષની જાતિમાંથી લેવામાં આવે છે કે, જેમાંથી તેને અલગ કરવામાં આવ્યા હતા. ઉદાહરણ : Eco $RI$, ઇશ્ચરેશિયા કોલાઈ (Escherichia coli) $RY$ $13$ માંથી આવ્યો છે. તેમાં Eco $RI$ માં અક્ષર $'R'$ જાતના નામ પરથી લેવામાં આવેલ છે. નામ પછીનો રોમન અંક બૅક્ટેરિયાની જે-તે જાતમાંથી કયા ક્રમમાં ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યો હતો તે દર્શાવે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.