- Home
- Standard 11
- Chemistry
ક્ષારની પાણીમાં દ્રાવ્ય બનવાની ક્રિયાને અસરકર્તા પરિબળો લખી, સમજાવો.
Solution
પાણીમાં કેટલાંક પદાર્થો ઘણા અધિક પ્રમાણમાં દ્રાવ્ય બને છે અને કેટલાંક ઓછા પ્રમાણમાં દ્રાવ્ય બને છે. ઉદા. CaF,ની દ્રાવ્યતા એટલી વધારે છે કે તે વાતાવરણમાંથી પાણીની બાષ્પને શોષીને દ્રાવણ બનાવે છે. જે ભેજ શોષક કહેવાય છે.
લિથિયમ ક્લોરાઇડ $(LiF)$ને સામાન્ય રીતે અદ્રાવ્ય કહેવાય તેટલો ઘણો જ ઓછો દ્રાવ્ય છે.
પાણીમાં ક્ષારની દ્રાવ્યતા ઘણાં પરિબળોની ઉપર આધાર રાખે છે, જેમાંથી અગત્યનાં બે પરિબળો નીચે પ્રમાણે છે. આ બે પરિબળોનાં પરિણામી મૂલ્ય દ્રાવ્યતા નક્કી કરે છે.
$(i)$ ક્ષારની લૅટિસ ઍન્થાલ્પી જે હંમેશાં ધન હોય છે.
$(ii)$ દ્રાવ્યમાં આયનની દ્રાવકયોજન ઍન્થાલ્પી જે હંમેશાં ઋણ હોય છે. આ ઉપરાંત દ્રાવ્યતા તાપમાન ઉપર પણ આધાર રાખે છે.
$(i)$ ક્ષારની લૅટિસ ઍન્થાલ્પી : ક્ષારને દ્રાવકમાં ઓગળવા માટે, ક્ષારમાંના આયનો વચ્ચેનાં પ્રબળ આકર્ષણ બળો (લેટિસ
ઍન્થાલ્પીને) આયન-દ્રાવક પારસ્પારિક ક્રિયા વડે ઉપરવટ જવું પડે છે. જેમ ક્ષારની લૅટિસ ઍન્થાલ્પી વધારે તેમ દ્રાવ્યતા
ઓછી.
$(ii)$ દ્રાવકયોજન ઍન્થાલ્પી : આયનની દ્રાવયોજન ઍન્થાલ્પીનું મૂલ્ય હંમેશાં ઋણ હોય છે અને દ્રાવકયોજન ક્રિયામાં ઊર્જા મુક્ત થાય છે. આ દ્રાવકયોજન ઍન્થાલ્પીનું મૂલ્ય (પ્રમાણ) દ્રાવકની પ્રકૃતિની ઉપર આધાર રાખે છે. ઉદા. અધ્રુવીય દ્રાવકો (સહસંયોજક દ્રાવકો)ની દ્રાવકયોજન ઍન્થાલ્પી (ક્ષારો માટે) ઓછી હોય છે. આ ઓછું મૂલ્ય લેટિસ એન્થાલ્પી કરતાં વધી શકતું નથી જેથી ક્ષારો અપ્રુવીય દ્રાવકમાં અદ્રાવ્ય હોય છે.
ક્ષારની દ્રાવકયોજન ઍન્થાલ્પીનું મૂલ્ય તે ક્ષારની લૅટિસ ઍન્થાલ્પીના કરતાં વધારે હોય તો તે ક્ષાર દ્રાવ્ય બને છે.