Environmental Study
medium

સલ્ફરનાં ઓક્સાઇડ સંયોજનો વડે થતું ક્ષોભ-આવરણીય પ્રદૂષણ સમીકરણ સહિત સમજાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

સલ્ફરયુક્ત અમિગત બળતણનું દહન થઈને સલ્ફરના ઑક્સાઇડ સંયોજનો ઉત્પન્ન થાય છે, સલ્ફર ડાયૉક્સાઇડ સામાન્ય વાયુમય સ્વિસીઝ છે, જે જીવસૃષ્ટિ (પ્રાણી તેમજ વનસ્પતિ) માટે ઝેરી છે. સલ્ફર ડાયોક્સાઇડના ઓછા પ્રમાણની હાજરીથી મનુષ્યમાં શ્વસનતંત્રને લગતા રોગો જેવા કે દમ, શ્વાસનળીમાં સોજો અને બળતરા વગેરે થાય છે.

તેના કારણે આંખમાં બળતરા થવી, લાલ થવી અને આંખમાંથી પાણી નીકળવું વગેરે તકલીફો પણ થાય છે. સલ્ફર ડાયોક્સાઇડના વધુ પ્રમાણથી ફૂલની કળી કડક થઈ છોડ પરથી ખરી પડે છે. ઉદીપક વગર સલ્ફર ડાયોક્સાઇડનું ઑક્સિડેશન ધીમું થાય છે. પરંતુ પ્રદૂષિત હવામાંના રજકણો ઉદ્દીપક તરીકે વર્તી સલ્ફર 

ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે.

$2 \mathrm{SO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{SO}_{3(\mathrm{~g})}$

આ પ્રક્રિયા ઓઝોન અને હાઈડ્રોજન પેરોક્સાઈડ દ્વારા પણ થઈ શકે છે.

$\mathrm{SO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{3(\mathrm{~g})} \rightarrow \mathrm{SO}_{3(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}$

$\mathrm{SO}_{2(\mathrm{~g})}+\mathrm{H}_{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{H}_{2} \mathrm{SO}_{4(\mathrm{aq})}$

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.