નીચે આપેલી ષટ્કોણ આકૃતિમાં કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર શૂન્ય નથી.
$1$
$2$
$3$
$4$
$10^{-6}\, kg$ દળના પાણીની ટીપા પરનો વિદ્યુતભાર $10^{-6}\,C$ છે. ટીપા પર કેટલી માત્રાનું વિદ્યુતક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે જેથી તે તેના વજન સાથે સંતુલિત અવસ્થામાં હોય.
સમબાજુ ત્રિકોણ $ABC$ ના દરેક શિરોબિંદુ પર $ + \,q$ વિજભાર મૂકેલા છે તો $O$ બિંદુ પાસે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી થાય?
$+8 \times 10^{-6} \,C$ અને $-8 \times 10^{-6} \,C$ ધરાવતા બે બિંદુવત વીજભારો $A$ અને $B$ ને $d$ અંતરે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોની વચ્ચે મધ્યબિંદુ $O$ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $6.4 \times 10^{4}\,NC ^{-1}$ છે. બિંદુવત વિદ્યુતભારો $A$ અને $B$ વચ્ચેનું અંતર $'d'$..........$m$ હશે.
$5\, nC$ વિદ્યુતભાર ધરાવતાં કણોને $X$- અક્ષ પર અનુક્રમે $x = 1$ $cm$, $x = 2$ $cm$, $x = 4$ $cm$ $x = 8$ $cm$ ………. મૂકેલાં છે.ઘન અને ૠણ વિદ્યુતભારને એકાંતરે મૂકેલા છે.તો ઉગમ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
બે બિંદુવત્ વિદ્યુતભારો $q_{ A }=3\; \mu \,C$ અને $q_{ B }=-3\; \mu \,C$ એકબીજાથી શૂન્યાવકાશમાં $20\, cm$ દૂર રહેલા છે. $(a)$ બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ0 આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? $(b)$ જો $1.5 \times 10^{-9}\; C$ માન ધરાવતો એક ઋણ પરિક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે?