વિધુતભાર અને દળનો તફાવત લખો.
વિદ્યુતભાર | દળ | ||
---|---|---|---|
$(1)$ | તે વિદ્યુત ક્ષેત્રનું ઉદગમબિંદુ છે. | $(1)$ | તે ગુરુત્વીયક્ષેત્રનું ઉદગમ છે. |
$(2)$ | તે દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. | $(2)$ | તે દ્રવયના જથ્થાનું માપ દર્શાવે છે. |
$(3)$ | તે ધન કે ઋણ હોય છે. | $(3)$ | તે હમેંશા ધન હોય છે. |
$(4)$ | તેનું મૂલ્ય ઝડપ પર આધારિત નથી. | $(4)$ | પ્રચંડ ઝડપવાળી ગતિમાં જેમ ઝડપ વધે તેમ દળ વધે છે. |
$(5)$ | તેના કારણે ઉદભાવતું વિદ્યુતબળ આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારનું હોય છે. | $(5)$ | તેના કારણે ઉદભાવતું ગુરુત્વાકર્ષણ બાળ માત્ર આકર્ષણ પ્રકારનું જ હોય છે. |
$(6)$ | તેને $SI$ એકમ કુલંબ છે. | $(6)$ | તેને $SI$ એકમ કિલોગ્રામ છે. |
નીચેના પૈકી કયો ગુણધર્મ સ્થિત વિદ્યુતભાર વડે સંતોષાતો નથી?
અર્થિંગ કોને કહે છે ? અને મકાનોના વાયરિંગમાં અર્થિંગનું મહત્ત્વ જણાવો.
સુવાહકો અને અવાહકો કોને કહે છે ? મુક્ત ઇલેક્ટ્રૉન, સુવાહક કે અવાહકમાં વધારે હોય ?
નીચેનામાંથી કઈ પ્રક્રિયા સ્થિત વિદ્યુત પ્રેરણના સિધ્ધાંતનો સમાવેશ કરે છે ?
જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો.