12.Ecosystem
easy

નિવસનતંત્ર વિશે સામાન્ય માહિતી આપી વિવિધ નિવસનતંત્રના ઉદાહરણ આપો

Option A
Option B
Option C
Option D

Solution

નિવસનતંત્રને પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમના સ્વરૂપમાં જોઈ શકાય છે, કે જ્યાં સજીવો એકબીજા સાથે અને આસપાસના ભૌતિક પર્યાવરણ સાથે પણ પરસ્પર ક્રિયાઓ કરે છે.

નિવસનતંત્રનો આકાર એક નાના તળાવથી લઈ વિશાળ જંગલ કે મહાસાગર સુધી હોઈ શકે છે.

ઘણા પરિસ્થિતિવિદો સમગ્ર જીવાવરણને એક વૈશ્વિક નિવસનતંત્ર તરીકે જુએ છે, જેમાં પૃથ્વીના બધા જ સ્થાનિક નિવસનતંત્રો સમાવેશિત થાય છે.

જેથી આ તંત્ર ખૂબ જ વિશાળ હોવાથી એક જ સમયે એકસાથે અભ્યાસ કરવો જટિલ છે.

આથી અભ્યાસની અનુકૂળતા માટે તેને બે આધારભૂત કક્ષાઓમાં વિભાજિત કરી સ્થળજ અને જલજમાં નામાંકિત કરવામાં આવે છે.

જંગલ, તૃણભૂમિ અને રણ સ્થળજ અને નિવસનતંત્ર નાં ઉદાહરણો છે તથા તળાવ સરોવર ,જલપ્લ વેલાનદમુખી $(estuary)$ જલજ નિવસનતંત્રનાં ઉદાહરણો છે.

કૃષિક્ષેત્રો અને માછલીઘરને માનવસર્જિત નિવસનતંત્રો તરીકે ઓળખવામાં આવે છે.

નિવસનતંત્રની રચનાના અભ્યાસથી ઊર્જાપ્રવેશ (ઉત્પાદકતા), ઊર્જનું સ્થાનાંતરણ (આહારશુંખલા / જળ, પોષક ચક્રિયકરણ) અને ઊર્જાનિકાલ (વિધટન તથા ઊર્જાવ્યય)ને ક્રમબદ્ધ રીતે જાણી શકાય છે.

તેની સાથે વિવિધ ચક્રો ($cycles$), શૃંખલાઓ $(chains)$, જાળ $(webs)$ના સંબંધોને પણ જાણી શકાય છે કે જે તંત્ર અને તેના આંતરસંબંધો અંતર્ગત આ ઉર્જા-પ્રવાહોના પરિણામ સ્વરૂપે સર્જન પામ્યા છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.