2.Human Reproduction
medium

માદા (સ્ત્રી)માં બાહ્ય જનનેન્દ્રિયો વિશે માહિતી આપો.

Option A
Option B
Option C
Option D

Solution

માદામાં બાહ્ય જનનેન્દ્રિયોમાં મોન્સ પ્યુબિસ (mons pubis), મુખ્ય ભગોષ્ઠ (labia ma jora), ગૌણ ભગોષ્ઠ labia minora), યોનિપટલ (hymen) અને ભગશિશ્ન (clitoris) (આકૃતિ)નો સમાવેશ થાય છે.

મોન્સ પ્યુબિસ એ મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવરિત અને પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના છે.

મુખ્ય ભગોષ્ઠ પેશીની માંસલ ગડીઓ છે જે મોન્સ પ્યુબિસથી નીચે સુધી લંબાયેલી અને યોનિમાર્ગના મુખને ઘેરતી રચના છે.

ગૌણ ભગૌષ્ઠ એ મુખ્ય ભગૌષ્ઠની નીચે આવેલ એક જોડ પેશીમય ગડીઓ છે.

યોનિમાર્ગનું મુખ એક કલા દ્વારા ઘણી વાર અંશતઃ આવરિત હોય છે, જેને યોનિપટલ (hymen) કહે છે.

ભગશિશ્નીકા નાની આંગળી જેવી રચના છે જે મૂત્રમાર્ગના મુખની ઉપર બે ગૌણ ભગૌષ્ઠના ઊપરી જોડાણ સ્થાને આવેલ છે.

યોનિપટલ ઘણી વાર પ્રથમ મૈથુન (coitus) કે સમાગમ (intercourse) દરમિયાન ફાટી જાય છે.

જોકે, તે અચાનક પડવાથી અથવા આંચકો લાગવાથી, યોનિ ટેમ્પોન (vaginal tempon – ઋતુચક્ર દરમિયાન યોનિમાર્ગના ઋતુપ્રવાહને શોષવા માટેનું દાક્તરી સાધન) દાખલ કરતી વખતે, કેટલીક રમતો જેવી કે ઘોડેસવારી, સાઈકલ-સવારી વગેરેમાં સક્રિય ભાગ લેવાથી પણ તૂટી શકે છે.

કેટલીક સ્ત્રીઓમાં યોનિપટલ મૈથુન બાદ પણ જળવાઈ રહે છે.

યોનિપટલની હાજરી અથવા ગેરહાજરીને કૌમાર્ય (virginity) અથવા જાતીય અનુભવ (sexual experience)નું વાસ્તવિક, ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી.

ભગશિશ્નિકા (clitoris) એ એક નાની આંગળી જેવી રચના છે જે મૂત્રમાર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડાણ સ્થાને આવેલ છે. તે નરના શિશ્નની સમાન ગણવામાં આવે છે. ભગશિશ્નિકા પ્રજનનનલિકાના અભાવે શિશ્નથી જુદી પડે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.