3.Reproductive Health
medium

ગર્ભનિરોધક તરીકે ઉપયોગી કુદરતી પદ્ધતિઓની માહિતી આપો.

Option A
Option B
Option C
Option D

Solution

કુદરતી પદ્ધતિઓ અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જે નીચે મુજબ છે :

$(i)$ સામયિક સંયમ (periodic abstinence) : યુગલે ઋતુચક્રના $10-17$માં દિવસ દરમિયાન સમાગમ ટાળવો. કારણ આ સમય દરમિયાન અંડપાતની શક્યતા અને ફલનની તકો વધુ હોય છે તેને ક્લન સમયગાળો કહે છે. આ સમય દરમિયાન સમાગમ ન કરવાથી ગર્ભધારણની શક્યતાઓ ઘટે છે.

$(ii)$ બાહ્ય ખૂલન અથવા સંવનન અંતરાલ (coitus interruptus) : આ પદ્ધતિમાં પુરુષ સાથીદાર સમાગમ દરમિયાન વીર્યસ્મલન પહેલા શિશ્નને બહાર કાઢી યોનિમાર્ગની બહાર વીર્યસ્રાવ કરે છે.

$(iii)$ દુગ્ધસ્રાવ ઍમનોરિયા (Lactational amenorrhea) (ઋતુચક્રની ગેરહાજરી) : પ્રસવ પછી ભરપૂર દુગ્ધસ્રાવ દરમિયાન અંડપાત અને તેથી ઋતુચક્ર શરૂ થતું નથી. માટે જેટલા દિવસો સુધી માતા સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે, ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ નહિવત્ છે. આ પદ્ધતિ લગભગ પ્રસૂતિ પછીના છ મહિના સુધી જ અસરકારક હોય છે.

આ પદ્ધતિઓમાં કોઈ દવાઓનો ઉપયોગ થતો ન હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી. જો કે તેની નિષ્ફળતાનું પ્રમાણ ઊંચું હોય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.