2.Human Reproduction
medium

અંડવાહિનીઓની રચના અને સ્થાન વિશે માહિતી આપો.

Option A
Option B
Option C
Option D

Solution

અંડવાહિનીઓ (oviducts) કે ગર્ભાશયની નળી (fallopian tubes), ગર્ભાશય અને યોનિમાર્ગ મળી માદા સહાયક નલિકાઓ બનાવે છે.

અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલ દરેક અંડવાહિની (ગર્ભાશયની નળી) આશરે $10-12$ સેમી લાંબી હોય છે.

તેના અંડપિંડની નજીક રહેલ ગળણી આકારના ભાગને અંડવાહિની નિવાપ (infundibulum) કહે છે.

અંડવાહિની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવધું ધરાવે છે જેને ફિમ્બ્રી (fimbriae) કહે છે, જે અંડપાત બાદ મુક્ત થતા અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે.

અંડવાહિની નિવાપ, તુંબિકા (ampulla)થી ઓળખાતા અંડવાહિનીના પહોળા ભાગ તરફ દોરાઈ જાય છે. અંડવાહિનીનો અંતિમ ભાગ, ઇથમસ (isthmus) સાંકડું પોલાણ ધરાવે છે અને તે ગર્ભાશય સાથે જોડાય છે.    

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.