- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
વૈજ્ઞાનિક કારણો આપો : હાઇબ્રિડ જાતોને અસંયોગી જાતોમાં રૂપાંતર કરવામાં આવે તો ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે.
Option A
Option B
Option C
Option D
Solution
ખોરાક અને શાકભાજીની કેટલીક સંકરજાત (hybrid variety) વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકરજાતથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે, પરંતુ સંકરજાતના બીજ દર વર્ષે ઉત્પન્ન કરવા પડે છે. કારણ કે સંકરજાતમાંથી મેળવેલ બીજને ઉગાડવામાં આવે તો સંતતિમાં તેના લક્ષણોનું વિશ્લેષણ થઈ જતાં સંકર લક્ષણો જળવાતાં નથી. સંકર બીજનું ઉત્પાદન મોંધું છે અને તેથી ખેડૂતો માટે સંકરબીજની કિંમત વધુ પડે છે. જો આવા બીજને (હાઇબ્રિડ) અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. આથી ખેડૂતો વર્ષોનાં વર્ષો સુધી સંકર પાક (hybrid crop) મેળવી શકે છે અને સંકરબીજ ખરીદવાની જરૂર રહેતી નથી.
Standard 12
Biology
Similar Questions
medium