9.Biotechnology Principals and Process
medium

બેક્ટેરિયાને સક્ષમ યજમાન બનાવવા માટેની વિવિધ રીતો જણાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

$DNA$ જલાનુરાગી (hydrophilic) અણુ છે, એટલા માટે તે કોષરસપટલમાંથી પસાર થઈ શકતો નથી. કેમ? બૅક્ટેરિયાને પ્લાસ્મિડ સ્વીકારવા માટે ગ્રાહી કરતાં પહેલાં તે આવશ્યક છે કે બૅક્ટેરિયલ કોષને $DNA$ ના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે. એવું કરવા માટે પહેલા તેને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત (divalent) ધન આયન (cation) જેમકે કૅલ્શિયમની સારવાર આપવામાં આવે છે.

તેનાથી $DNA$ ને બૅક્ટેરિયાની કોષદીવાલમાં આવેલાં છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો થાય. પુનઃસંયોજિત $DNA$ $(r-DNA)$ ને કોષમાં દાખલ કરાવવા માટે પ્રથમ તેમને બરફ પર રાખવામાં આવે છે. ત્યાર બાદ $42\,^oC$ તાપમાને મૂકવામાં આવે છે અને અંતે પુનઃ બરફ પર મૂકવામાં આવે છે. આમ કરવાથી બૅક્ટેરિયા $r-DNA$ નો સ્વીકાર કરવા માટે સક્ષમ બની જાય છે.

          યજમાન કોષોમાં વિદેશી $DNA$ ને પ્રવેશ કરાવવાની માત્ર આ જ એક રીત નથી. સૂક્ષ્મ અંતઃક્ષેપણ (micro-injection) વિધિમાં પુનઃસંયોજિત $DNA$ ને પ્રાણીકોષના કોષકેન્દ્રમાં સીધું જ અંતઃક્ષેપણ કરાવવામાં આવે છે.

અન્ય પદ્ધતિ કે જે વનસ્પતિઓ માટે અનુકૂળ છે જેમાં ટંગસ્ટન કે સોના (gold)ના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવરિત $DNA$ નો કોષો પર મારો (bombarding) કરવામાં આવે છે. આ પદ્ધતિને જૈવ પ્રાક્ષેપિકી (biolistics) અથવા જનીન સ્ફોટક (gene gun) તરીકે ઓળખાય છે અને અંતિમ પદ્ધતિ જેમાં બિનહાનિકારક રોગકારક વાહકનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાહકોથી જ્યારે કોષો સંક્રમિત થાય છે ત્યારે તે પુનઃસંયોજિત $DNA$ ને યજમાનમાં સ્થાનાંતરિત કરી દે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.