- Home
- Standard 12
- Biology
વિવિધ નિવસનતંત્રીય સેવાઓ જણાવો.
Solution
તંદુરસ્ત નિવસનતંત્ર એ આર્થિક, પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી સામાન અને સેવાઓની વ્યાપક વિસ્તૃતી માટેનો આધાર છે. નિવસનતંત્રીય પ્રક્રિયાઓોની નીપજોને નિવસનતંત્ર-સેવાઓનો નામથી જાણી શકાય છે. જેમ કે, તંદુરસ્ત જંગલ નિવસનતંત્રોની ભૂમિકા હવા અને પાણીને શુદ્ધ કરવા, દુઠ્કાળ (અનાવૃષ્ટિ) અને પૂર (અતિવૃષ્ટિ) ઘટાડવા પોષકોનું ચક્રીયકર જમીનને ફળદ્રુપ બનાવવી, વન્યજીવન વસવાટ પૂરાં પાડવા, જૈવવિવિધતાને જળવી રાખવી, વિવિધ પાકોના પરાગનયનમાં સહાયતા કરવી. કાર્બન માટે સંચયસ્થાન પૂરું પાડવું અને સૌંદર્યલક્ષી, સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક મૂલ્યો પણ પૂરાં પાડવાં વગેરે છે. રોબર્ટ કોન્સ્ટાન્ગ્રા $(Robert Constanza)$ અને તેના સાથીદારોએ હાલમાં, પ્રાદૃતિક જીવનસમર્થક સેવાઓની ઉંચી કિંમત આંકવા પ્રયત્ન કર્યો છે.
સંશોધકોએ આ આધારભૂત નિવસનતંત્રકીય સેવાઓની એક વર્ષની અંદાજિત કિમત લગભગ $33$ ટ્રિલિયન અમેરિકી ડોલર મૂકી છે કે જેને વ્યાપક રીતે અનુદાનિત ભાવથી લેવામાં આવે છે. કારણ કે તે મફતમાં મળે છે.
આ મૂલ્ય એ વૈશ્વિક કુલ રાષ્ટ્રીય ઉત્પાદન $(Gross National Product -GNP)$ની કિંમત ($18$ ટ્રિલિયન અમેરિકી ડોલર) કરતાં લગભગ બે ગણું વધારે છે.
વિવિધ નિવસનતંત્રકીય સેવાઓની કુલ કિંમતમાંથી $50 \%$ તો ફક્ત ભૂમિ સંરચના માટે છે અને બીજ સેવાઓ જેવી કે મનોરંજન તથા પોષકચક્ર વગેરે દરેકની $10 \%$ કરતાં પણ ઓછી ભાગીદારી છે.
વન્યજીવન માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે $6 \%$ જેટલું છે.